દિલ્હીમાં 13–14 ડિસેમ્બરે આતંકી હુમલાનો અલર્ટ, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં સુરક્ષા એજન્સીઓને 13 અને 14 ડિસેમ્બર માટે હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ગુપ્તચર સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ બંને દિવસોમાં આતંકવાદી હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શા માટે 13 અને 14 ડિસેમ્બર મહત્વપૂર્ણ? – 13 ડિસેમ્બર — સંસદ પર હુમલાની વર્ષગાંઠ 2001 ના સંસદ હુમલાની વર્ષગાંઠ હોવાથી સુરક્ષા એજન્સીઓ દર વર્ષે સતર્ક રહે છે. – 14 ડિસેમ્બર — યહૂદીઓનો હનુક્કાહ તહેવાર દિલ્હી સહિત દેશમાં આઠ દિવસીય હનુક્કાહ કાર્યક્રમો યોજાવાના હોવાથી સતર્કતા વધારવામાં આવી છે. લાલ કિલ્લા વિસ્ફોટ પછી સુરક્ષા વધુ કડક 10 નવેમ્બરને લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ એલર્ટ પર હતી. હવે મળેલી નવી ઈનપુટ્સ પછી સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. પન્નુની…







