નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે: સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે અંદાજે 3 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા સાણંદ જવા રવાના થશે. સાણંદ ખાતે વડાપ્રધાન સેમિકંડક્ટર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે આ પ્રોજેક્ટને માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયા અને આધુનિક ટેકનોલોજી અંગે માહિતી મેળવે તેવી શક્યતા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સાંજે ફરી અમદાવાદ પરત ફરશે અને ત્યાંથી નવી દિલ્હી જવા રવાના થશે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ મુલાકાતને ગુજરાત માટે રોકાણ, રોજગાર સર્જન અને ટેકનોલોજી વિકાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી…
PM મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો, ઓમકાર મંત્ર જાપમાં બન્યા સહભાગી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રોકાશે. સોમનાથમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. આજે સાંજે 8 વાગ્યે તેઓ મંદિર પરિસરમાં આયોજિત ઓમકાર મંત્રજાપમાં સહભાગી બનશે. રાત્રે યોજાનાર ભવ્ય ડ્રોન-શો પણ તેઓ નિહાળશે, જે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન રજૂ કરશે. પ્રધાનમંત્રી માટે સોમનાથમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસમૂહે ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું. સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી કરશે, જેમાં મંદિરના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે. આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે.…
PM મોદી આજે ગુજરાતના પ્રવાશે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત ખાસ મહત્વની છે, કારણ કે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન હાજર રહેશે. 30 ઓક્ટોબરનો કાર્યક્રમ 30 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન પર તેમનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવાના છે. જો હવામાન ખરાબ રહેશે તો માર્ગ દ્વારા કેવડિયા જવાની વ્યવસ્થા રહેશે. 31 ઓક્ટોબરનો કાર્યક્રમ 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. આ અવસર પર એકતાનગર-કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. વડાપ્રધાન આ રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેશે. વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ…
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં! : મંત્રીમંડળના વિસ્તરણ પહેલા રાજકીય ગરમાવો
ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવતીકાલે 16 ઓક્ટોબરના રોજ સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેમનું આગમન રાજ્યમાં મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયોની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. સાંજનો કાર્યક્રમ: – અમિત શાહનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થવાની શક્યતા છે – ત્યાંથી તેઓ સીધા તેમના નિવાસસ્થાન પર જશે – શુક્રવાર, 17 ઓક્ટોબરના રોજ મંત્રીમંડળના વિસ્તરણ અંગે નિર્ણાયક યોજનાઓ આગળ વધી શકે મહત્વપૂર્ણ રાજકીય આગમનો: આજ મોડી રાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત પહોંચશે. ગુરુવારે એટલે કે 16 ઓક્ટોબરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા પણ ગુજરાત આવશે. ભાજપના ટોપ લીડરોના આગમનથી રાજ્યના રાજકારણમાં નવી ચહલપહલ…
અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણથી લઈને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના વિકાસકરતાં કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રથમ દિવસ – 6 જુલાઈ 2025 – 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર સમયે: સવારે 10:00 કલાકે કાર્યક્રમમાં દેશભરના સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે. – દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે બેઠક – બનાસકાંઠા સ્થળ: ચાંગડા ગામ સમયે: બપોરે 2:00 કલાકે શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડનું વિતરણ કરવામાં આવશે. સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત પણ થશે. – પંચામૃત ડેરી મુલાકાત અને બેઠક – ગોધરા સ્થળ: મહુલિયા ગામ સમયે: સાંજે 5:00 કલાકે રાજ્યની જિલ્લા…












