કેનેડામાં ગુજરાતની ગૌરવગાથા: “જ્યાં વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતી” – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતની ઓળખ માત્ર ભારતના એક રાજ્ય તરીકે નહીં પરંતુ વિશ્વભરમાં પોતાની મહેનત, ઉદ્યોગસાહસિકતા અને સંસ્કૃતિથી આગવી ઓળખ ઉભી કરનાર સમુદાય તરીકે પણ થઈ છે. અમેરિકાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ કેનેડા પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટોરેન્ટોમાં ગુજરાતી સમુદાય સાથે સંવાદ કરતાં ગુજરાતીઓની વૈશ્વિક ઓળખ અને ગુજરાતના વિકાસની ગાથા પર પ્રકાશ પાડ્યો હતો. મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળના સ્વાગત માટે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડા દ્વારા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “જ્યાં પણ વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતીની આગવી ઓળખ છે.” કેનેડામાં ટોરેન્ટો એરપોર્ટ પર પરંપરાગત સ્વાગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને રવિવારે કેનેડા પહોંચ્યું હતું.…

અમેરિકામાં ભારતીયો પર હિંસક હુમલાનો વધુ એક બનાવ, પંજાબી યુવક ગુરદીપ સિંહનું ગોળીબારમાં મોત

અમેરિકામાં ભારતીય મૂળના લોકો સાથે જોડાયેલી હિંસક ઘટનાઓ વચ્ચે ન્યૂયોર્કમાં વધુ એક ભારતીય યુવકના મોતનો બનાવ સામે આવ્યો છે. ન્યૂયોર્કના બ્રુકલિન વિસ્તારમાં 27 વર્ષીય ગુરદીપ સિંહનું ગોળી વાગવાથી મોત થયું છે. શરૂઆતના અહેવાલોમાં આ ઘટનાને લૂંટ સાથે જોડવામાં આવી હતી, પરંતુ સ્થાનિક પોલીસ અને અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ કેસની તપાસ ચાલી રહી છે અને રોડ-રેજની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ ઈસ્ટ ન્યૂયોર્કના ક્રેસન્ટ સ્ટ્રીટ વિસ્તારમાં ગોળીબારની જાણ થઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગુરદીપ સિંહને ગોળી વાગેલી હાલતમાં મળ્યા હતા. તેમને તાત્કાલિક વન બ્રુકલિન હેલ્થ-બ્રુકડેલ હોસ્પિટલ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું…

અમેરિકામાં વધુ એક ગુજરાતી મૂળના વેપારીની હત્યા, દીકરીની નજર સામે પિતાને ગોળી મારી

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં ગુજરાતી મૂળના વેપારીની હત્યાની અત્યંત કરુણ ઘટના સામે આવી છે. સુરેશ પરસોત્તમદાસ પટેલ, જેઓ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના આકખજ ગામના વતની હતા, તેમની સશસ્ત્ર લૂંટ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે ઘટનાના સમયે તેમની 19 વર્ષની દીકરી પણ પિતાની નજીક હાજર હતી અને તેની નજર સામે જ લૂંટારુએ સુરેશ પટેલ પર અનેક ગોળીઓ ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સુરેશ પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના 20 ઓગસ્ટ, 2026ની રાત્રે લગભગ 9 વાગ્યે જેક્સન શહેરના Ridgecrest Cellars Wine and Spirits સ્ટોરમાં બની હતી. આ સ્ટોર સુરેશ પટેલે ઘટનાના થોડા જ દિવસો પહેલાં સંભાળ્યો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર તેઓ સોમવારે આ વ્યવસાયના નવા માલિક…

અમેરિકામાં ગુજરાતીની ગોળી મારી કરૂણ હત્યા, પોલીસ અધિકારી અને મહિલા પણ ઘાયલ

અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના પિટ્સબર્ગ શહેરમાં શનિવારે સવારે એક ઘાતક ગોળીબારમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલનો હત્યાકાંડ સામે આવ્યો છે. રાકેશ પટેલ હોટલમાં હાઉસકીપિંગના કામ કરતા હતા. હુમલાખોર દ્વારા અચાનક અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં રાકેશ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે એક મહિલા અને એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા છે. હુમલાખોરની ઝડપી ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. ઘટનાની વિગતો રાકેશ પટેલ પિટ્સબર્ગના રોબિન્સન ટાઉનશીપમાં હાઉસકીપિંગ સ્ટાફ હતા. શનિવારે સવારે, એક બંદૂકધારી હુમલાખોરે હોટલમાં ગોળીબાર શરૂ કર્યો. આ ગોળીબારમાં રાકેશ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા અને સ્થળ પર જ મૃત્યુ પામ્યા. અન્ય એક મહિલા અને એક પોલીસ અધિકારી પણ ગોળીબારમાં ઘાયલ થયા. પોલીસએ હુમલાખોરને ઝડપી અને…