રાજ્યના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ, રાજ્ય સરકાર ચૂકવશે આટલું બોનસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂા.7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષશ્રીના, દંડકશ્રીના, નાયબ દંડક અને ઉપદંડકશ્રી તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે. વર્ગ 4ના કર્મચારીઓને સીધો ફાયદો દિવાળીના તહેવાર પહેલા સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓને સીધો ફાયદો થશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.…







