રાજકોટમાં GST વિભાગનો સપાટો, પાન મસાલાના હોલસેલ વેપારીઓને ત્યાં દરોડા

B INDIA રાજકોટ : રાજ્યના છેલ્લા ઘણા સમયથી GST વિભાગ સતર્ક થયું છે. અને અલગ – અલગ જિલ્લાઓમાં વેપારીઓને ત્યા દરોડાનો દોર શરૂ કર્યો છે. અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે દરોડા પાડ્યા છે.રાજકોટમાં તમાકુનાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન, રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં વિવિધ પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે કાર્યવાહી હાથ ધરી…