સબરીમાલા મંદિરના 4 કિલો સોનાના ગુમ થતાં મામલે વિવાદ ઘેરાયો, હાઈકોર્ટે દેવસ્વોમ બોર્ડને આપ્યો ઠપકો

કેરળ રાજ્યના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં 4 કિલોગ્રામ સોનાના ગુમ થવાના મામલાએ તીવ્ર ચકચાર મચાવી છે. આ કેસ હવે માત્ર “ચોરી” પુરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ મંદિર સંચાલન હેઠળના ટ્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) દ્વારા સંભવિત બેદરકારી અને ગેરવહીવટના ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. ચોરી નહીં… પણ ‘ફરિયાદી’ના ઘરમાંથી મળ્યું સોનું! 27 સપ્ટેમ્બરના રોજ TDBની વિજિલન્સ શાખાએ જે 4 કિલો જેટલું ગુમ સોનું શોધી કાઢ્યું હતું, તે ક્યાંક બહારના ચોરના ઘરમાંથી નહિ, પરંતુ ફરિયાદ કરનાર ઉન્નીકૃષ્ણન પોટ્ટીના બાંધવના ઘરમાંથી મળ્યું. પોટ્ટી એ જ વ્યક્તિ છે જેમણે સૌપ્રથમ મંદિરમાંથી મૂર્તિઓના ઢાળ અને સોનાના ભાગ ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી. હાઈકોર્ટનો તીવ્ર ઠપકો કેરળ હાઈકોર્ટની બેન્ચે 29 સપ્ટેમ્બરના રોજ થયેલી સુનાવણી દરમિયાન આ મામલે કડક ટિપ્પણીઓ કરતાં કહ્યું:…