રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, રાહત પેકેજ માટે અરજીની તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવી
ગુજરાત સરકારએ ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ રાહત પેકેજ માટેની અરજી કરવાની છેલ્લી તારીખમાં 7 દિવસનો વધારો કર્યો છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. તાજેતરના કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ અનેક ખેડૂતોને ટેકનિકલ સમસ્યાઓ, દસ્તાવેજોની અછત અને વહીવટી પ્રક્રિયાની મુશ્કેલીઓના કારણે સમયસર અરજી કરવામાં વિલંબ થયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક નિર્ણય લઈને સમય મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, “એકપણ યોગ્ય લાભાર્થી વળતરથી વંચિત ન રહી જાય તે સરકારની પ્રાથમિકતા છે.” અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર હતી, જેને હવે લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી છે.…
કૃષિ રાહત પેકેજ: ખેડૂતોએ વેબસાઇટ પર ફોર્મ ન ભરાતા મૂંઝવણનો સામનો કર્યો
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ઉભા પાકનું નુકસાન થયું છે. આ સંદર્ભમાં, રાજ્ય સરકાર દ્વારા 11 હજાર કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાનું સહાયતા ખેડૂતોને આપવામાં આવશે. આ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા આજે, 14 નવેમ્બર 2025થી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, ખેડૂતોને વેબસાઇટ પર ફોર્મ ભરવામાં મુશ્કેલી આવી રહી હતી. હવે, ઓનલાઇન ફોર્મ ભરવા માટેની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ ન થવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. આ મુદ્દે ખેડૂતોએ ગ્રામીણ સેવકોથી મદદ માંગતા, જેમણે તેમને માત્ર જરૂરી દસ્તાવેજોની ફાઈલ એકત્રિત કરવા માટે જણાવવામાં આવ્યું હતું, કારણ કે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા બંધ રહી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીે જણાવ્યું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાને પગલે 10 હજાર…
“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર આવીને સરકારે હવે ખેડૂતોની હકીકત પર ધ્યાન આપવું જોઈએ. સહાય નહીં, પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવાથી જ ખેડૂતોને વાસ્તવિક રાહત મળશે.” દુધાતે પત્રમાં આક્ષેપ કર્યો કે 2024માં જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજમાં અમરેલી જિલ્લાના આશરે 700 ગામડા બાકાત રહી ગયા હતા, જેના કારણે હજારો ખેડૂતોને કોઈ સહાય મળી નથી. હવે 2025ના કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. તેમણે સરકારની ડિજિટલ સર્વે પદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. “ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. વાસ્તવિક પરિસ્થિતિ અને…









