હરિયાણાની મહિલા યુટ્યુબર પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો લાગ્યો આરોપ, પોલીસે કરી ધરપકડ; જાણો શું છે મામલો

પોલીસે હરિયાણાના હિસારથી એક મહિલા યુટ્યુબરની ભારતીય ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપસર ધરપકડ કરી છે. આ મહિલા યુટ્યુબરનું નામ જ્યોતિ મલ્હોત્રા છે. જ્યોતિ મલ્હોત્રા પર ભારતની ગુપ્ત લશ્કરી માહિતી પાકિસ્તાન મોકલવાનો આરોપ છે અને તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંપર્કમાં હતી. મહિલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા 2023 માં તેની યુટ્યુબ ચેનલ “ટ્રાવેલ વિથ જો” ના શૂટિંગ માટે પાકિસ્તાન ગઈ હતી. જ્યાં તે પાકિસ્તાન દૂતાવાસના એક અધિકારીને મળી હતી. આ જ અધિકારીએ જ્યોતિ નો પરિચય પાકિસ્તાનના ISI અધિકારીઓ સાથે કરાવ્યો હતો. જે બાદ તે સતત ભારત વિરોધી માહિતી પાકિસ્તાનને મોકલી રહી હતી. યુટ્યુબર જ્યોતિના યુટ્યુબ ચેનલ “ટ્રાવેલ વિથ જો” પર 3 લાખ 77 હજાર સબ્સ્ક્રાઇબર્સ છે. તે પોતાના વિડીયો બ્લોગ્સ માટે વારંવાર દેશની બહાર પ્રવાસ કરે છે.…