10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ આવશે બજારમાં, કેન્દ્ર સરકારે RBIના પ્રસ્તાવને આપી મંજૂરી
દેશમાં ટૂંક સમયમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક એટલે કે પોલિમર (Polymer) નોટો જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના મહત્વના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ પ્રથમ તબક્કામાં પોલિમર નોટોનું ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવશે. જો આ પરીક્ષણ સફળ રહેશે તો ભવિષ્યમાં આ નોટોને નિયમિત ચલણમાં સામેલ કરવામાં આવશે. રાજ્ય નાણા પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. સરકારના આ નિર્ણય બાદ દેશની ચલણી નોટોની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલિમર નોટો ઘણા દેશોમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવી રહી છે અને હવે ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. 100-100 કરોડ પોલિમર નોટોનું થશે ફિલ્ડ ટ્રાયલ રાજ્ય નાણા પ્રધાનના જણાવ્યા અનુસાર ભારતીય…
🚗🏙️ “રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટર – વિકાસ સાથે રોકાણની નવી દિશા.”
રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટરમાં નવા રોકાણની તકો વધી રહી છે ભારતીય અર્થવ્યવસ્થામાં તેજી સાથે અનેક ક્ષેત્રોમાં રોકાણની નવી તકો ઉભી થઈ રહી છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઇલ (ઓટો) સેક્ટરમાં વધી રહેલી માંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સરકારની વિવિધ પહેલોને કારણે રોકાણકારોનું ધ્યાન આ બંને ક્ષેત્રો તરફ કેન્દ્રિત થયું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટીના વિકાસ, નવા હાઇવે, મેટ્રો પ્રોજેક્ટ્સ અને શહેરી વિસ્તારોમાં વધતી સુવિધાઓને કારણે મિલકતોની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ પરિબળો લાંબા ગાળાના રોકાણ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. બીજી તરફ ઓટો સેક્ટરમાં ઇલેક્ટ્રિક વાહનો (EV), નવી ટેક્નોલોજી, વધતી ગ્રાહક માંગ અને ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણને કારણે વિકાસની નવી સંભાવનાઓ…
📈 સ્ટાર્ટઅપ્સમાં રોકાણથી સફળતાની નવી શરૂઆત!
સ્ટાર્ટઅપ્સમાં રોકાણ માટે 2026 કેમ મહત્વનું? અમદાવાદ: વર્ષ 2026 સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ વર્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ફિનટેક, હેલ્થટેક, એગ્રીટેક, ગ્રીન એનર્જી અને ડીપ-ટેક જેવા ક્ષેત્રોમાં ઝડપી વિકાસને કારણે રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે. નવા વિચારો અને ટેક્નોલોજી આધારિત બિઝનેસ મોડલ્સને કારણે સ્ટાર્ટઅપ્સમાં રોકાણની તકો વધુ મજબૂત બની રહી છે. ભારત વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતા દેશોમાં સામેલ છે. સરકારની સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપતી નીતિઓ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધતી ઇન્ટરનેટ પહોંચ અને યુવા ઉદ્યોગસાહસિકોની સંખ્યા દેશમાં નવી કંપનીઓના વિકાસને વેગ આપી રહી છે. વર્ષ 2026 દરમિયાન ખાસ કરીને AI, સાઇબર સિક્યુરિટી, ક્લીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, હેલ્થકેર, એડટેક અને કૃષિ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ વધુ જોવા મળી રહી છે. ગ્રાહકોની બદલાતી…
જાપાનને પાછળ છોડી ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
સરકારે તાજેતરમાં જ પ્રસિદ્ધ કરેલા આર્થિક સમીક્ષા રિપોર્ટ અનુસાર, ભારતે જાપાનને પાછળ છોડી, કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના આધારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. સરકારના જણાવ્યા મુજબ, ભારતની GDP લગભગ 4.18 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી છે. આ સાથે ભારત અમેરિકા, ચીન અને જર્મની પછી વૈશ્વિક આર્થિક ક્રમમાં ચોથા ક્રમે આવી ગયું છે. આ આંકડાઓની અંતિમ પુષ્ટિ આંતરરાષ્ટ્રીય નાણાકોષ (IMF) 2026ની પ્રથમ છમાસિકમાં કરશે. છેલ્લા દસ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાનો કદ લગભગ દોગણો થયો છે. મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ અર્થતંત્રમાં થયેલા સુધારાઓએ વૃદ્ધિને મજબૂત આધાર આપ્યો છે. वित્ત વર્ષ 2025–26ની બીજી ત્રિમાસિકમાં GDP વૃદ્ધિ દર 8.2% નોંધાઈ, જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે. મજબૂત ઘરેલુ માંગ, ઉપભોક્તા ખર્ચ, રોકાણમાં વધારો…
વડાપ્રધાનપદ સંભાળતાજ માર્ક કાનેનો હુંકાર, કહ્યું ‘કેનેડા ક્યારેય અમેરિકાનો હિસ્સો નહીં બને’
કેનેડાની શાસક લિબરલ પાર્ટીએ માર્ક કાર્નેને કેનેડાના આગામી નેતા અને વડા પ્રધાન તરીકે જાહેર કર્યા છે. પીએમ ચૂંટણી જીત્યા પછી તરત જ, માર્ક કાર્નેએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. કાર્ને, જેમણે અગાઉ બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર તરીકે સેવા આપી હતી, તેમણે 85 ટકાથી વધુ મતો સાથે લિબરલ પાર્ટીનું નેતૃત્વ જીત્યું. આ પણ વાંચો :- પ્રતિબંધોમાં રાહત આપશે કે ટેરીફ લાદશે, રશિયાને લઇને ટ્રમ્પના વલણ પર સમગ્ર વિશ્વની નજર ‘કેનેડા ક્યારેય યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ નહીં બને’ :- કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે નામાંકિત થયાના થોડા સમય પછી, માર્ક કાર્નેએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તેમના સંબંધો અંગેના તેમના ઇરાદા સ્પષ્ટ કર્યા. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના ટ્રમ્પના નિવેદનના જવાબમાં, કાર્નેએ…
આઝાદી પછીનું પ્રથમ બજેટ માત્ર 197.29 કરોડનું હતું. જેમાંથી 46 ટકા સંરક્ષણ સેવાઓ પાછળ ફાળવાયા હતા
-> આઝાદી પછીનું પ્રથમ બજેટ કયું હતું :- 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી અને માત્ર ત્રણ મહિના પછી 26 નવેમ્બર 1947ના રોજ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટ તત્કાલીન નાણામંત્રી આર.કે. સન્મુખમ ચેટ્ટી દ્વારા પ્રસ્તુત વચગાળાનું બજેટ હતું, જે 31 માર્ચ 1948 સુધીના સાડા સાત મહિનાના સમયગાળાને આવરી લેતું હતું. આ બજેટમાં કુલ અંદાજિત ખર્ચ ₹197.29 કરોડ હતો, જ્યારે આવકનો લક્ષ્યાંક ₹171.15 કરોડ હતો. ખાસ વાત એ હતી કે ₹92.74 કરોડ, અથવા લગભગ 46%, સંરક્ષણ સેવાઓ માટે ફાળવવામાં આવ્યા હતા, જે સ્વતંત્રતા પછી તાત્કાલિક પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે.પાકિસ્તાનનું બજેટ ભારતના બજેટ કરતા ઘણું નાનું છે. ગત વર્ષે પાકિસ્તાનમાં 5.65 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. -> 2024નું બજેટ શું…











