જાપાનને પાછળ છોડી ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

સરકારે તાજેતરમાં જ પ્રસિદ્ધ કરેલા આર્થિક સમીક્ષા રિપોર્ટ અનુસાર, ભારતે જાપાનને પાછળ છોડી, કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના આધારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. સરકારના જણાવ્યા મુજબ, ભારતની GDP લગભગ 4.18 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી છે. આ સાથે ભારત અમેરિકા, ચીન અને જર્મની પછી વૈશ્વિક આર્થિક ક્રમમાં ચોથા ક્રમે આવી ગયું છે. આ આંકડાઓની અંતિમ પુષ્ટિ આંતરરાષ્ટ્રીય નાણાકોષ (IMF) 2026ની પ્રથમ છમાસિકમાં કરશે.

છેલ્લા દસ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાનો કદ લગભગ દોગણો થયો છે. મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ અર્થતંત્રમાં થયેલા સુધારાઓએ વૃદ્ધિને મજબૂત આધાર આપ્યો છે. वित્ત વર્ષ 2025–26ની બીજી ત્રિમાસિકમાં GDP વૃદ્ધિ દર 8.2% નોંધાઈ, જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે. મજબૂત ઘરેલુ માંગ, ઉપભોક્તા ખર્ચ, રોકાણમાં વધારો અને સંસ્થાગત સુધારાઓએ અર્થતંત્રને સ્થિરતા આપી છે. સરકારએ આ સ્થિતિને ‘ગોલ્ડીલોક્સ’ પરિસ્થિતિ તરીકે વર્ણવી છે, જેમાં વિકાસ અને મોંઘવારી વચ્ચે સંતુલન જોવા મળે છે.

હાલની વૃદ્ધિ જળવાઈ રહે તો આગામી 2–3 વર્ષમાં ભારત જર્મનીને પણ પાછળ છોડી, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે, જેમાં GDP લગભગ 7.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. આ સિદ્ધિ માત્ર આર્થિક સફળતા નહીં, પણ વૈશ્વિક વિશ્વાસનો પણ પ્રતિક છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

#ચૌકાવનારીઘટના: ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો

ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો,પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરી વડે હુમલો કર્યાનો આક્ષેપ,વલભીપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

#Justices/ સગીરાને મળ્યો ન્યાય , હેવાનિયત આચરનાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. આરોપીને આજીવન કેદ અને 75000 હજારનો દંડ ફટકાર્યો. આરોપીને બનાવના પુરાવા તેમજ જુબાનીના આધારે સજા. નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો