મોટા કંદોઈ, બેકરી અને કન્ફેક્શનરી માટે નવો નિયમ, 15 દિવસથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકાશે નહીં

તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં ખાંડના ભાવમાં અચાનક વધારો અને સંગ્રહખોરીને રોકવા માટે સરકારે ખાંડના મોટા જથ્થાબંધ વપરાશકારો માટે સ્ટોક મર્યાદા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ મોટા કંદોઈ, મીઠાઈ ઉત્પાદકો, બેકરી, બિસ્કિટ, કન્ફેક્શનરી, સોફ્ટ ડ્રિંક અને ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા એવા વ્યવસાયો, જેઓ દર મહિને 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો વપરાશ કરે છે, તેઓ હવે પોતાની 15 દિવસની જરૂરિયાત કરતાં વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. સરકારનો આ નિર્ણય ખાસ કરીને તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો આવે છે. આ સમયગાળામાં મીઠાઈ, બિસ્કિટ, બેકરી ઉત્પાદનો, ઠંડા પીણાં અને અન્ય ખાદ્ય વસ્તુઓની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. પરિણામે ખાંડની માંગ પણ…

પીએમ મોદીએ ‘મન કી બાત’માં છઠ પૂજાનો કર્યો ઉલ્લેખ, તહેવારો દરમિયાન સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ના 126મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું. સંબોધન દરમિયાન, તેમણે દેશની સાંસ્કૃતિક વારસો, સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અને નૌકાદળની બહાદુરીની સાથે સાથે મહિલા શક્તિની પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે ઉન્નત કરવાના સંકલ્પ વિશે વાત કરી. તેમણે ખુશી વ્યક્ત કરી કે ભારત સરકાર છઠ પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું, “જ્યારે છઠ પૂજાને યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવશે, ત્યારે વિશ્વના દરેક ખૂણાના લોકો તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકશે.” વડાપ્રધાન મોદીએ કહ્યું તેમણે કહ્યું કે તહેવારો આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. સૂર્ય દેવને સમર્પિત પવિત્ર તહેવાર છઠ પૂજા હવે માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ…