ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 2.89 કરોડ મતદાતાઓના નામ બહાર
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચે ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાના ભાગરૂપે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. નવા સુધારા મુજબ રાજ્યમાંથી 2.89 કરોડ મતદાતાઓના નામ હટાવવામાં આવ્યા છે. SIR બાદ ઉત્તર પ્રદેશમાં કુલ 12.55 કરોડ મતદારો રહી ગયા છે, જેમાંથી 46 લાખ મતદારોનું અવસાન નોંધાયું છે. પ્રક્રિયા અને સમયપત્રક: ડ્રાફ્ટ યાદી 31 ડિસેમ્બર, 2025ના દિવસે પ્રકાશિત થવાની હતી, પરંતુ સુધારેલા સમયપત્રક મુજબ આજે કમિશનની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. – દાવા અને વાંધા નોંધાવવા માટે સમયગાળો: 6 જાન્યુઆરી – 6 ફેબ્રુઆરી, 2026. – નોટિસ સમયગાળા: 6 જાન્યુઆરી – 27 ફેબ્રુઆરી, 2026, દરમિયાન મળેલા દાવા અને વાંધાઓનું ઉકેલ લાવવામાં આવશે. – અંતિમ મતદાર યાદી: 6 માર્ચ, 2026. મતદાર યાદીનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. 15 કરોડથી વધુ મતદારોમાંથી…
SIR પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 3 રાજ્ય અને 1 સંઘપ્રદેશમાં 1 કરોડથી વધુ નામ કરાયા દૂર
ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા અને લક્ષદ્વીપમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારા દરમિયાન કુલ 1 કરોડથી વધુ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ – SIR પ્રક્રિયા દરમિયાન 58,20,898 નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયા. – રાજ્યના કુલ મતદારો 7,66,37,529માંથી ઘટીને 7,08,16,630 થયા. – મોટાભાગના નામ દૂર થતા લોકોના મૃત્યુ પામવું અથવા સ્થળાંતર થયા હોવાનું કારણ છે. – આશરે 30 લાખ મતદારોની વિગતો જૂની યાદી સાથે મેળ ખાતી નથી; તેમને સુનાવણીમાં ભાગ લઇ દસ્તાવેજો દ્વારા પાત્રતા સાબિત કરવાની તક આપવામાં આવશે. રાજસ્થાન – કુલ મતદારો 5,46,56,215માંથી 42 લાખના નામ દૂર થયા. – ફોર્મ જમા કરાવનાર મતદારો: 5,04,71,396. – 8.75 લાખ લોકો મૃત્યુ પામેલા…









