જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મહીસાગર જિલ્લાની મુલાકતે
મહીસાગર જિલ્લામાં જળસંપત્તિ અને પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્યના જળસંપત્તિ તથા પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાનપુર અને કડાણા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચાલી રહેલી સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રીએ ખાનપુર–પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાની ખાસ મુલાકાત લીધી હતી. રૂ. 54 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ યોજના 46 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ યોજનાના પૂર્ણ થવાથી 25 તળાવો ભરાશે તેમજ આશરે 800 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત બામરોડા ગામે કારંટા જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ યોજનામાં 43 લાખ લિટર ક્ષમતા ધરાવતો સંપ તથા આધુનિક…
જામનગરઃ CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ, આજે થશે બ્રિજનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી 622.52 કરોડના કુલ 69 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ દિવસે મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી, અને 30 ગાડીઓના કાફલા સાથે રૂટનું રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત થનારા કામોની વિગતો જામનગર એરપોર્ટથી સાત રસ્તા બ્રિજ અને સભા સ્થળ સુધીના રૂટ પર 30 જેટલી ગાડીઓના કાફલા સાથે રિહર્સલ કરવામાં આવી. શહેરમાં મુખ્યમંત્રી દ્વારા કુલ 54 કામોના ખાતમુહૂર્ત અને 15 કામોના લોકાર્પણ કરવામાં આવશે. – જામનગર મનપા: 33.89 કરોડના કામો – પશુપાલન વિભાગ: 13 કામો – માર્ગ અને મકાન વિભાગ: 64.03 કરોડના 34 કામો – પોલીસ વિભાગ: 20.36 કરોડનું 1 કામ – જિલ્લા આયોજન કચેરી: 0.09 કરોડનું 1 કામ – જિલ્લા ગ્રામ…








