દેવભૂમિ Dwarka  અને જામનગર માટે મોટી રાહત: સૌની યોજના મારફતે 600 ક્યુસેક પાણી છોડવાનો મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

દેવભૂમિ Dwarka  અને જામનગર માટે મોટી રાહત: સૌની યોજના મારફતે 600 ક્યુસેક પાણી છોડવાનો મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય સૌરાષ્ટ્રના દેવભૂમિ Dwarka અને જામનગર જિલ્લાના નાગરિકો તથા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લીધો છે. ઓછા વરસાદના કારણે બંને જિલ્લાઓમાં પાણીની ઉપલબ્ધતા અને આગામી દિવસોમાં પીવાના પાણી તથા સિંચાઈની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સૌની યોજના મારફતે મચ્છુ-2 જળાશયમાંથી પાણી આપવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર સૌની લિંક-1 મારફતે 600 ક્યુસેક પાણી ઉપાડીને દેવભૂમિ Dwarka અને જામનગર જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. આ પાણીના ઉપયોગમાં સૌથી પહેલાં પીવાના પાણીની જરૂરિયાતને પ્રાધાન્ય આપવામાં આવશે. પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ બાકી રહેતું પાણી ખેતી અને સિંચાઈ માટે ઉપલબ્ધ કરાવવામાં…