રાજકોટમાં 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર તૈયાર | #rajkot
જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવ અભિયાનનો પ્રારંભ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કાર્યવાહી ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવાયા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર ! જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશોથી રાજ્યભરમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં ગઈકાલે તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાયબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 12 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ દબાણોમાં એક ધાર્મિક દબાણ (દરગાહ), ત્રણ દુકાનો અને આઠ રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.આ…
અમરેલી: ધારીમાં પકિસ્તાની કનેશન ધરાવતા મૌલાનાનું મદરેસા પણ હતું ગેરકાયદે ! ફર્યું તંત્રનું બુલડોઝર
પહેલગામ આતંકી હુમલા બાદ પરપ્રાંતિય વ્યક્તિઓની ઓળખ અને તપાસ મામલે ધારી પોલીસ દ્વારા ગત તા.1 ના રોજ કાયદેસરની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ધારી નજીકના હિમખીમડીપરા વિસ્તારમાં વસતા અને અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહીશ મહોમંદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની તપાસ કરવામાં આવતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ આજે મદરેસા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હિમખીમડીપરા ખાતે આવેલા પ્લોટ નંબર ૬૬, વર્ષ 1990 માં ભીખુભાઈ અમીભાઈ મોગલને રહેણાંક હેતુ અર્થે ફાળવવામાં આવ્યો હતો, જે પ્લોટ ભીખુભાઈએ મદરેસાને દાનમાં આપ્યો હતો. હાલમાં આ તે મિલ્કતનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થતો ન હોય અને મદરેસા તરીકે થતો હોય જેથી તે પ્લોટ…
ચંડોળા તળાવના ડિમોલિશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી, લલ્લુ બિહારીનો આલીશાન રિસોર્ટ થયો જમીનદોસ્ત
અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા વિસ્તારમાં થઈ રહી છે. આ દરમિયાન આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. અને તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે મામલે આજે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી ડિમોલિશનને લીલી ઝંડી આપી છે. ‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીનો આજે બીજો દિવસ છે. જોકે આ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો અને અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. જોકે હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી છે. લલ્લુ…
દ્વારકામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે, ગેરકાયદેસર ધાર્મિક સ્થળો કરાશે દૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે.જેમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવશે.ઉલ્લેખનિય છે કે, બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક ગેર કાયદેસર ધાર્મિક, રહેઠાણ અને ધંધાકીય બાંધકામો દૂર કરી લાખો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.જેની કરોડો રૂપિયા બજાર કિંમત છે. મળતી માહિતી મુજબ, હવે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક દબાણો હટાવવા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 106 જેટલા ધાર્મિક દબાણોને નોટિસો આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, જેમાં મોટા ભાગના મંદિરોનો સમાવેશ થાય છે. આ પણ વાંચો :- ગુજરાતમાં ગરમી પડવાની શરુઆત, મહત્તમ તાપમાનમાં થશે વધારો સમગ્ર બાબતે કલ્યાણપુરના નાયબ મામલતદાર પીયૂષ બોદરે જણાવ્યું…
Vastu Dosh Of Kitchen:શું તમારા રસોડામાં કોઈ વાસ્તુ ખામી છે તેને આ ઉપાયોથી દૂર કરો
વાસ્તુશાસ્ત્રની માન્યતાઓ અનુસાર જો રસોડામાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારની ખામીને લીધે, પરિવારના કેટલાક સભ્યને ખરાબ સ્વાસ્થ્ય, કામ પર સમસ્યાઓ, નાણાકીય સમસ્યાઓ, મતભેદ અને પરિવારના સભ્યો વચ્ચે તણાવ વગેરેનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, તમે વાસ્તુની સરળ પદ્ધતિઓ દ્વારા રસોડાના વાસ્તુ દોષોથી છૂટકારો મેળવી શકો છો. વાસ્તુમાં રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું ધ્યાન રાખવામાં આવે તો પરિવારના સભ્યોને અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવી શકાય છે. ચાલો જાણીએ કઈ કઈ રીતે રસોડાના વાસ્તુ દોષોને કોઈ પણ વિધ્વંસ વિના દૂર કરી શકાય છે. જો રસોડું ખોટી દિશામાં હોય તો વાસ્તુ દોષોનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમારે અગ્નિ ખૂણાના મધ્ય ભાગમાં એટલે…












