રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી મળશે આંશિક રાહત

રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત રાહત મળશે. આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ફરી ગરમી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે. આગામી સાત દિવસ કેવું રહેશે હવામાન:- હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની…