મેઘરજના ભેમાપુર ગામે 60 ઉંડા કુવામાંથી ગાયનું રેસ્ક્યુ કરાયું
મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં તાજેતરમાં એક અનોખી ઘટના બની છે. જેમાં ગામમાં આવેલા 60 ફૂટઉંડા કુવામાં ગાય પડી હતી. અને ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ રેસ્ક્યુની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા ગાયની સુરક્ષા માટે તત્કાળ પગલાં લેવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી હતી. જેને લઈને કુવામાંથી ગાયનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. બીજી તરફ મેઘરજ તાલુકાના ભેમાપુર ગામની જીવદયા ટીમે ગાય માતાને બચાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈપલોડા ગામના ખેડૂત બાબુભાઈ હીરાભાઈની ગાય કુવામાં ખાબકી હતી જેને ખૂબ જ મહેનતથી બચાવવામાં આવતા થતાં જ ખુશી જોવા મળી… રિપોર્ટર-મેઘરજ , જગદીશ પ્રજાપતિ Follow us On Social Media…
સ્વપ્ન શાસ્ત્ર: ત્રણ સપના જે ભગવાનની કૃપા દર્શાવે છે, જો તમે તેને જુઓ તો સમજો કે દરેક સમસ્યા દૂર થશે
રાત્રે સૂતી વખતે સપના આવવા એ સામાન્ય વાત છે. પરંતુ સ્વપ્ન વિજ્ઞાન કહે છે કે, દરેક સ્વપ્ન સાથે જીવનના કોઈને કોઈ સંકેત જોડાયેલા હોય છે. સ્વપ્ન વિજ્ઞાનમાં આવા ઘણા સપનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે ભગવાનના વ્યક્તિથી ખુશ અથવા નાખુશ હોવાનો સીધો સંકેત છે. અહીં અમે તમને આવા ત્રણ સપના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ભગવાનના પ્રસન્ન થવાના સંકેત માનવામાં આવે છે. ચાલો જાણીએ તે શુભ સંકેતો વિશે- -> સ્વપ્નમાં વરસાદ જોવાની નિશાની :- સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, જો સ્વપ્નમાં વરસાદ દેખાય છે, તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી ખૂબ ખુશ છે. આ પછી, તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. ઉપરાંત, નાણાકીય કટોકટીનો ઉકેલ આવી શકે છે…








