સિરપથી મોતમાં ગુજરાત કનેક્શન! | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
બે કંપનીનાં સિરપ ગુજરાતમાંથી પરત ખેંચવા આદેશ MPમાં બાળકોનાં મોત બાદની તપાસમાં ગુજરાત કનેક્શન ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ સિરપમાં વધુ મળ્યું બાળકોને અપાતાં અન્ય સિરપની પણ તપાસ કરાશે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી 14 બાળકોના મોત ગુજરાત આરોગ્ય અને ડ્રગ કંટ્રોલ વિભાગે ઇન્સ્પેક્શન શરૂ કર્યું સિરપમાં ડાયથિલીન ગ્લાઇકોલ નામનું અત્યંત ઝેરી કેમિકલ ભેળવાયું Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ઝેરી કફ સીરપ કાંડમાં ગુજરાત કનેક્શન ! સરકાર આવી એક્શનમોડમાં
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપના કારણે 11થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર ઝેરી કફ સિરપ મામલે એક્શન મોડમાં જોવા મળી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ (Not of Standard Quality – NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી પેઢીઓની સઘન તપાસ કરીને અને રાજ્યવ્યાપી પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની સ્થિત છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે. અહી લેવામાં આવી એક્શન મંત્રી ઋષિકેશ…
કફ સિરપથી બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કરવામાં આવી આ માંગ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી મૃત્યુ પામેલા માસૂમ બાળકોનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરાયેલી PILમાં રાષ્ટ્રીય ન્યાયિક આયોગ/નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવા અને પ્રતિબંધિત કોલ્ડ્રિફ કફ સિરપના તમામ હાલના સ્ટોકને જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. તપાસ મામલે કરી આ માંગ અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે તમામ FIR ની તપાસ CBI દ્વારા કરવામાં આવે. કફ સિરપના ઉત્પાદન, નિયમન, પરીક્ષણ અને વિતરણની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરવામાં આવે. બાળકોએ ગુમાવ્યા જીવ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘કોલ્ડ્રિફ’ કફ સિરપના સેવનથી બાળકોના મૃત્યુનો સિલસિલો સતત ચાલુ છે. સત્તાવાર આંકડા અનુસાર, બંને રાજ્યોમાં…









