અમિત શાહનું મોટું નિવેદન : 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત કરવાની સરકારની ઐતિહાસિક યોજના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ સામેની લડાઈને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો સંપૂર્ણ અંત લાવવાનો નિશ્ચય કર્યો છે. આમ, વર્ષોથી દેશના અંદરૂની સુરક્ષા માટે પડકારરૂપ રહેલા નક્સલવાદના અંતની ઘોષણા સાથે સરકાર હવે આખરી તબક્કાની તૈયારીમાં છે. છત્તીસગઢમાં નક્સલીઓની ધરપકડ અને શરણાગતિ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં CRPFની કોબ્રા બટાલિયન અને રાજ્ય પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 22 નક્સલીઓને પકડી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. બીજું મહત્વનું સફળ પગલું છે સુકમા જિલ્લાના બડેસટ્ટી પંચાયતમાં 11 નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી છે. શરણાગતિ બાદ આ વિસ્તારોને “નક્સલ મુક્ત” જાહેર કરવામાં આવ્યા છે, જે સરકાર માટે એક મોટું…