રાજસ્થાનના બાલોત્રામાં બસ અને ટ્રેલર વચ્ચે દુર્ઘટના, 6 લોકોના મોત

રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં ગુરુવાર રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં એક સ્લીપર બસ અને ટ્રેલર વચ્ચે અથડામણ થઇ. આ અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની વિગતો બાલોત્રાના સરવાડી ગામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ અકસ્માત થયો હતો. ટેકનિકલ ખામીઓ અથવા ડ્રાઇવિંગના નશાની ઝરીએ, બસ અને ટ્રેલર વચ્ચે સામેથી અથડામણ થઇ, જેના પરિણામે બસમાં ભારે નુકસાન થયું. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘટના સ્થળે ઘાયલ લોકોની સ્થિતિ ગંભીર જણાઇ રહી છે. બસમાંથી છ મૃતદેહોની કબજો અકસ્માતના સમયે બસના અંદરના દ્રશ્યને જોઈને ચકચાર મચી ગઈ. આઘાતજનક સીન હતા જેમાં ઘણા મુસાફરોના મૃતદેહો બસની અંદર લટકતા હતા. રાહત ટીમે કઠોર પ્રયત્નોથી છ…

નેપાળમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: બસ ઊંડી ખીણમાં ખાબકતા 13ના કરુણ મોત

નેપાળમાં એક હૃદયદ્રાવક અકસ્માતે લગ્નની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. પશ્ચિમ નેપાળના સુદુરપશ્ચિમ પ્રાંતના બૈતાડી જિલ્લામાં લગ્ન પ્રસંગે જઈ રહેલા મહેમાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નિયંત્રણ ગુમાવતા બસ પલટી મળતી માહિતી મુજબ, બસ બૈતાડીની પુરચૈદી મ્યુનિસિપાલિટીમાંથી બજહાંગ તરફ જઈ રહી હતી. ગુરુવારે મોડી સાંજે પુરચૈદી બડગાંવ મોડ પાસે ચાલકે અચાનક બસ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ખાઈ ઊંડી ખીણમાં ખાબકી ગયું. અકસ્માત એટલો ભયાનક હતો કે 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 5 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. 34 મુસાફરો ગંભીર રીતે ઘાયલ બૈતાડી પોલીસ વડા દીપક કુમાર રોયે જણાવ્યું હતું કે, અકસ્માતમાં અન્ય 34…

ઝારખંડ: લાતેહારની ઓરસા ઘાટીમાં બસ ખીણમાં ખાબકી, 5નાં મોત

ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મહુઆડાંડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઓરસા ઘાટીના જોખમી વળાંક પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ ઓરસા ઘાટીના વળાંકવાળા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. પરિણામે બસ રસ્તા પરથી લપસી જઈ ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો અને અંદર બેઠેલા મુસાફરો બસની નીચે દબાઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી.…

ગ્વાટેમાલામાં ઊંડી ખીણમાં બસ ખાબકી, 15 લોકોના મોત; 19 ઘાયલ

મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 19 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. શુક્રવારે સાંજે પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર એક પેસેન્જર બસ નિયંત્રણ ગુમાવીને ઊંડી ખીણમાં ખાબકી હતી. સ્થાનિક ફાયર વિભાગના પ્રવક્તા લેઆન્ડ્રો અમાડોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં 11 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ધુમ્મસ અને જોખમી રસ્તો બન્યો કારણ આ અકસ્માત સોલોલા વિભાગમાં કિલોમીટર 172 અને 174 વચ્ચે થયો હતો. આ વિસ્તાર તેની જોખમી ભૂગોળ અને વળાંકવાળા રસ્તાઓ માટે જાણીતો…

તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત, સીએમ સ્ટાલિને શોક વ્યક્ત કર્યો

તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહેલી રાજ્ય પરિવહન નિગમની બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટતાં ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ રોડ ડિવાઇડર પર ચઢી ગઈ અને તેને ઓળંગીને વિરુદ્ધ દિશામાં પહોંચી ગઈ હતી. વિરુદ્ધ દિશામાં પહોંચ્યા બાદ બસ ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી એક SUV અને એક કાર સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ખાનગી વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં ઘટનાસ્થળે જ સાત લોકોના…

ઇન્દોરના ભેરુઘાટમાં ગમખ્વાર અકસ્માત : બસ અને કાર ખીણમાં પડી, 3 ના મોત

ઇન્દોર જિલ્લામાં મહુના ભેરુઘાટમાં સોમવારે રાત્રે લગભગ 9:40 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત થયો, જેમાં એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા બંને વાહનો ઊંડી ખીણમાં ખસી ગયા. આ દુર્ઘટનામાં બે મહિલાઓ સહિત 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે 13 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોમાં સુરતના રિક્ષાચાલકનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ 30 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, જેમાં કેટલાકને બસની બારી તોડીને બહાર કાઢવું પડ્યું. ઘાયલોને ઇન્દોરની MY હોસ્પિટલ અને મહુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મૃતકોમાં ઇન્દોરના તિલક નગરની પદ્માબાઈ (45), યુપીના દેવરિયાના રાહુલ (25) અને ઇન્દોરના ન્યૂ ગોરી નગરની અનિતા (40)નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ડૉ.…

ST બસનો અકસ્માત: સાપુતારા-માલેગાંવ હાઈવે પર 37 મુસાફરોનો આબાદ બચાવ

સાપુતારા-માલેગાંવ નેશનલ હાઈવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યારે નાસિકથી કડી (અમદાવાદ) જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની ST બસની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ. ઘટના ઘાટ વિસ્તારમાં બની હતી, જ્યાં રસ્તો ઢાળવાળો અને જોખમભરો છે. બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા, પરંતુ ડ્રાઇવરના સાહસના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ડ્રાઇવરની હિંમતભરી કામગીરીથી ટળી મોટી દુર્ઘટના જેમજ ડ્રાઇવરને ખબર પડી કે બસની બ્રેક કામ કરવી બંધ કરી ચૂકી છે, એમજ તેણે તરત સતર્કતા દાખવી હતી. ગભરાયા વિના તેણે બસને નિયંત્રણમાં રાખી ખાડાવાળી સાઇડ પર ઉતારી દીધી, જેથી બસ પલટી ન ગઈ અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી શકાયાં. સદનસીબે, કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતાં બધાએ રાહતનો શ્વાસ લીધો છે. ઈજાઓ…

હિમાચલમાં ભૂસ્ખલનથી અકસ્માત: રાષ્ટ્રપતિ અને PMએ વ્યક્ત કર્યો શોક, આર્થિક સહાયની જાહેરાત

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવારના રોજ પર્વત પરથી પડેલા ભારે પથ્થરો અને કાટમાળ એક બસ પર પડતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોને જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે ઘણા લોકો હજુ પણ કાટમાળ હેઠળ દબાયેલા હોવાની આશંકા છે. દુર્ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ અને એનડીઆરએફ ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડીસી રાહુલ કુમારએ જણાવ્યું કે, “અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ત્રણ લોકોને જીવતાણે બચાવવામાં આવ્યા છે.” PM મોદીએ જાહેર કરી આર્થિક સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “હિમાચલના બિલાસપુરમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનથી હું દુઃખી છું. મારી સંવેદના અસરગ્રસ્ત…