પાકિસ્તાની ઘુસણખોર કરી રહ્યો હતો ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ, BSFએ ઠાર માર્યો

જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF) ના જવાનોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે મોડી રાત્રે સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બની હતી. આ ઘટનામાં એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું હતું. મૃતક ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાની નાગરિક રામગઢ સેક્ટરના માજરા વિસ્તારમાં સરહદી ચોકી દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, સરહદ સુરક્ષા દળો દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો. પાકિસ્તાની ઘૂસણખોરને BSF દ્વારા અગાઉ ચેતવણી આપવામાં આવી હતી. જોકે, તેણે ચેતવણીઓને અવગણીને અંધારાના આડમાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ BSF દ્વારા ઘૂસણખોર પર ગોળીબાર કરવામાં આવ્યો, જેના પરિણામે તેનું મોત નીપજ્યું. સમગ્ર…