Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી.

ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો બપોરના 1.33 કલાકે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર તાલાલાથી 12 કિલોમીટર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

રાજ્યમાં ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. આ દરમિયાન માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કુલ 4 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે હવે એપ્રિલ મહિનાની શરૂઆત માંજ ભૂકંપનો એક આંચકો અનુભવાયો છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સુરતના અંબિકામાં મેઘ તાંડવ: 18 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર, દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા…

વંદે ભારત ટ્રેને રચ્યો ઇતિહાસ: સુરતથી અમદાવાદ માત્ર આટલા સમયમાં થયું જીવંત હૃદયનું સફળ પરિવહન 2026 : Success

વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઇતિહાસ: પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, સુરતથી અમદાવાદ સુધી સમય સામેની જંગમાં મોટી સિદ્ધિ ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: વંદે ભારત એક્સપ્રેસ મારફતે પ્રથમ વખત જીવંત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *