જમ્મુ કાશ્મીર : સાંબામાં બોર્ડર પાસે ફરી ડ્રોન દેખાયા, સેનાએ સક્રિય મોરચો સાંભળ્યો

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોનની પ્રવૃત્તિ ફરીથી વધતી જઈ રહી છે. રવિવારે (18 જાન્યુઆરી) સાંબામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સેનાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો. આ દરમિયાન સ્થાનિક અને સુરક્ષા અધિકારીઓમાં વ્યાપક ચિંતા ફેલાઈ ગઈ. ડ્રોનની પ્રવૃત્તિ અને પેહલાનો બનાવ મળતી માહિતી પ્રમાણે, રવિવારે સવારે લગભગ 11.30 વાગ્યે રામગઢ સેક્ટરમાં ડ્રોન જોવા મળ્યો, જે થોડા સમય માટે ભારતીય પ્રદેશ પર ફરતું રહ્યું. શનિવારે પણ સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ડ્રોનની પ્રવૃત્તિ નોંધાઇ હતી. સાંજે 7 વાગ્યાની આસપાસ પાકિસ્તાન તરફથી એક ડ્રોન જેવી વસ્તુ દેખાઇ અને કંદ્રાલ ગામની ઉપર ઘણા મિનિટો સુધી ફરતી રહી. સેનાની કાર્યવાહી ડ્રોનની ગતિવિધિ જોઈને સુરક્ષા દળોએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન કોઈ ગેરકાયદેસર સામગ્રી મળી નહોતી. અગાઉ…