ભારત-બાંગ્લાદેશ તણાવ: હાઇ કમિશને વિઝા સેવાઓ અસ્થાયી રીતે કરી સ્થગિત

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા તણાવને લીધે, બાંગ્લાદેશ હાઇ કમિશને ભારતીયો માટે વિઝા સેવાઓ અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. દિલ્હીમાં કોન્સ્યુલર અને વિઝા સેવાઓ, તેમજ ખુલના, રાજશાહી અને ચિત્તાગોંગમાં પણ આ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. ચિત્તાગોંગમાં વિઝા ઓફિસ પર વિરુદ્ધ પ્રદર્શન હિંસક બન્યું હતું અને પ્રદર્શનકારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પગલું, ભારત દ્વારા વિઝા સેવાઓ સ્થગિત કરવાના પ્રતિસાદ તરીકે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જોકે, બાંગ્લાદેશની મુલાકાત લેતા ભારતીયોની સંખ્યા નાની છે, જેમાં મુખ્યત્વે પત્રકારો અને થોડા ઉદ્યોગપતિઓ જ આવે છે. હાદીની હત્યા: બાંગ્લાદેશના યુવા નેતા શરીફ ઉસ્માન હાદીને 12 ડિસેમ્બરના રોજ ઢાકાના વિજયનગર વિસ્તારમાં ચૂંટણી રેલી દરમિયાન માસ્ક પહેરેલા હુમલાખોરોએ ગોળી મારી હતી. ગંભીર સ્થિતિમાં તેમને સિંગાપોર લઈ જવામાં આવ્યા…

અંક જ્યોતિષ/23 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/23 ડિસેમ્બર 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા, નહીંતર તમારૂં બજૅટ વેરવિખેર થઈ જશે. તમારી હિંમત પ્રેમ અપાવશે. કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં- કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. આ રાશિ ના…

સોનું-ચાંદી ઓલ ટાઈમ હાઈ, તૂટ્યા તમામ રેકોર્ડ; ભાવ 3 લાખ સુધી પહોંચવાની આગાહી

સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. બંને કિંમતી ધાતુઓ તેમના સર્વકાળના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે, અને આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક બજારોમાં રેકોર્ડ તૂટી ગયા છે. દેશી બજાર: દિલ્લીમાં સોનાનો ભાવ 1,38,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2,14,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. સોનામાં રોજિંદો વધારો રૂ. 1,685 અને ચાંદીમાં રૂ. 10,400 નોંધાયો છે. MCX પર હાલના ભાવ: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 1,36,150 પર ટ્રેડ થઈ રહ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સોનાનું ઉચ્ચતમ ભાવ રૂ. 1,36,199 અને નીચું રૂ. 1,34,899 નોંધાયું. આંતરરાષ્ટ્રીય બજાર પર અસર: આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર 24-કેરેટ સોનું 1.28% વધીને 4,443 ડોલર પ્રતિ ઔંસ (28.34 ગ્રામ) પર પહોંચી ગયું.…

ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો: અંજદીપ નામનું સબમરીન વિરોધી યુદ્ધ જહાજ કાર્યરત

ભારતીય નૌકાદળના સબમરીન વિરોધી યુદ્ધ જહાજ, છીછરા પાણીના યાનમાં ત્રીજું જહાજ અંજદીપ કાર્યરત થઈ ગયું છે. આ જહાજની લંબાઈ આશરે 77 મીટર છે અને તેને કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અંજદીપની વિશેષતા એ છે કે તે વોટરજેટ દ્વારા સંચાલિત છે અને હળવા વજનના ટોર્પિડો અને સ્વદેશી ડિઝાઇન કરાયેલ એન્ટિ-સબમરીન રોકેટથી સજ્જ છે, જે પાણીની અંદરની જોખમો શોધવા અને તેનો સામનો કરવા સક્ષમ બનાવે છે. અંજદીપ જહાજ નૌકાદળની સબમરીન વિરોધી, દરિયાકાંઠાની દેખરેખ અને ખાણ-નિકાલ ક્ષમતાઓને મજબૂત બનાવશે. તેનું નામ કર્ણાટકના કારવાર નજીક આવેલા અંજદીપ ટાપુ પરથી લેવામાં આવ્યું છે, જે તેના વિશાળ દરિયાઈ ક્ષેત્રનું રક્ષણ કરવા નૌકાદળની શક્તિને પ્રતિબિંબિત કરે છે. આ જહાજ 80% થી વધુ સ્વદેશી ઘટકો સાથે બનાવવામાં આવ્યું…

અરવલ્લી પર્વતમાળાને બચાવવા ગુજરાતમાં અભિયાન, સુપ્રીમ કોર્ટે આપી નવી વ્યાખ્યા

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાતમાં વિરોધ શરૂ થયો છે. અરવલ્લી રણપ્રદેશ માટે લોકો ભયભીત છે અને ચુકાદામાં ફેરફારની માંગ કરી રહ્યા છે. નેતાઓ, સ્થાનિકો અને સાધુ-સંતોએ પણ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોના દાવો અનુસાર, જો પર્વતો દૂર થાય તો અસ્તિત્વ પર જોખમ ઉભું થશે. કોંગ્રેસે અરવલ્લી બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે અને ખેડૂતો, પર્યાવરણપ્રેમીઓ અને સંતોને સાથે રાખીને આંદોલન કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતોની નવી વ્યાખ્યા મંજૂર થતા વ્યાપક વિવાદ થયો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે આ ફેરફાર ખનન માટે ખોટો સંકેત નથી. રક્ષણિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન, વાઘ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ રહેશે. રાષ્ટ્રીય હિતમાં જરૂરી, રણનીતિક અથવા ઊડાણમાં સ્થિત ખનીજ માટે મર્યાદિત મુક્તિઓ જ આપવામાં આવશે. પર્યાવરણ…

ટ્રમ્પના વિદેશ મંત્રાલયમાં મોટો ફેરફાર, 29 દેશોમાં અમેરિકન રાજદૂત પરત બોલાવાયા

અમેરિકામાં ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત પહેલાં વિદેશ મંત્રાલયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી ટીમે 29 દેશોમાં તૈનાત અમેરિકન રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. આ તમામ રાજદૂતોએ બાઈડનના કાર્યકાળ દરમિયાન નિમણૂક મેળવી હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાં હેઠળ બુધવારથી જ તમામ અધિકારીઓને નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હટાવવામાં આવેલા રાજદૂત પોતાની નોકરી ગુમાવશે નહીં; તેઓ વોશિંગ્ટનમાં પરત જઈને અન્ય વિભાગોમાં સેવા આપી શકે છે. ફેરફારની સૌથી વધુ અસર આફ્રિકન ખંડમાં જોવા મળી રહી છે. નાઈજીરિયા, સોમાલિયા, યુગાન્ડા, સેનેગલ અને રવાન્ડા સહિત કુલ 13 દેશોમાંથી રાજદૂતોને હટાવવામાં આવ્યા છે. એશિયામાં ફિલિપાઈન્સ, વિયેતનામ અને ફિજી સહિત 6 દેશોનું નામ છે, જ્યારે યુરોપના આર્મેનિયા અને સ્લોવાકિયા દેશો પણ આ યાદીમાં…

ઈન્ડોનેશિયામાં ડિવાઈડર સાથે અથડાઈ બસ પલટી: 16 મુસાફરોના મોત, અનેક ઘાયલ

ઈન્ડોનેશિયામાં જાવા ટાપુ પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ટોલ રોડ પર બસ ડિવાઈડર સાથે અથડાતા પલટી ગઈ, જેમાં 16 મુસાફરોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા છે. આ બસ જકાર્તાથી જૂના શહેર યોગ્યાકાર્તા જતી હતી, જેમાં 34 લોકો સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે અકસ્માત થયો. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમો તુરંત પહોંચી ગઈ અને મૃતકોના મૃતદેહોને રિકવર કર્યા. વધુ 18 ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમની હાલત ગંભીર છે. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી એ જણાવ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક મુસાફરો ઉછળી ગયા અને બસમાં ફસાઈ ગયા હતા. એમ્બ્યુલન્સ દ્વારા પીડિતો અને મૃતકોને સારવાર માટે દૂર લઈ જવામાં આવ્યા. આ અકસ્માતને કારણે ઈન્ડોનેશિયાની માર્ગ…

હાડ થીજવતી ઠંડી માટે IMDની ભયાનક ચેતવણી: 27 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ, પારો 5 ડિગ્રી સુધી ગગડશે

સમગ્ર ઉત્તર ભારત હાલ કડકડતી ઠંડી અને ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જારી કરી છે. IMD મુજબ 27 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. સવારના સમયે દૃશ્યતા શૂન્યની નજીક પહોંચી શકે છે, જેના કારણે રસ્તા, રેલ અને હવાઈ પરિવહન પર ભારે અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો તીવ્ર ઘટાડો નોંધાઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 22 ડિસેમ્બરે ‘કોલ્ડ ડે’ની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે બિહારમાં 22થી 26 ડિસેમ્બર દરમિયાન કડક ઠંડી પડી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ રાત્રિના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું…

શેરબજારમાં મંગળવારે હલચલની શક્યતા: અદાણી એનર્જી, Paytm સહિતના સ્ટોક્સ રહેશે રાડાર પર

સોમવારે શેરબજાર બંધ થયા બાદ અનેક મોટી કંપનીઓએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો અને બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે. આ કારણે 23 ડિસેમ્બર, મંગળવારે બજાર ખુલતાની સાથે જ કેટલાક સ્ટોક્સમાં તેજી અથવા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. રોકાણકારો માટે આ શેરો પર ખાસ નજર રાખવી જરૂરી બની શકે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સે માહિતી આપી છે કે તેની પેટાકંપની દ્વારા ‘ATSOL ગ્લોબલ IFSC લિમિટેડ’ નામની નવી કંપનીની સ્થાપના કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સોમવારે કંપનીનો શેર 2.18 ટકાના વધારા સાથે રૂ. 1,009.80 પર બંધ થયો હતો. કંપનીના વિસ્તરણના પગલાંને કારણે રોકાણકારોમાં સકારાત્મક ભાવના જોવા મળી રહી છે. ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની Paytm એ પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ ઇન્ડોનેશિયા અને લક્ઝમબર્ગમાં બે નવી પેટાકંપનીઓ…