IND vs SA 3rd ODI: ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યુ, 2-1થી સીરિઝ પોતાના નામે
વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમ ખાતે બુધવાર, 6 ડિસેમ્બરે રમાયેલા ત્રીજા અને નિર્ણાયક ODI મુકાબલામાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા પર એકતરફી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ પ્રોટીઝને 9 વિકેટે પરાજિત કરી ત્રણ મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી. ટોસ જીતીને બોલિંગનો નિર્ણય, SA 270 પર ઓલઆઉટ કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાના બોલર્સે સમયસર સ્ટ્રાઈક મેળવીને દક્ષિણ આફ્રિકાને 47.5 ઓવરમાં 270 રનમાં સમેટી દીધું. કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણે શાનદાર બોલિંગ કરતા મહત્ત્વપૂર્ણ વિકેટ્સ ઝડપી હતી. ભારતની ધમાકેદાર બેટિંગ, 39.5 ઓવરમાં લક્ષ્ય થયુ હાંસલ 271 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત વિસ્ફોટક રહી. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની જોડી એ ભવ્ય ઓપનિંગ આપતા પ્રથમ વિકેટ માટે 155 રનની ભાગીદારી નોંધાવી.…
રાજ્યમાં જીરાનો ભાવ ઊંઝામાં સર્વાધિક 4280 રૂપિયા, જાણો અન્ય યાર્ડના ભાવ
ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં આજે જીરાના ભાવોમાં ભારે ફેરફાર નોંધાયો છે. રાજ્યભરના કુલ 12 માર્કેટ યાર્ડમાંથી મળેલી માહિતી મુજબ પ્રતિ 20 કિલો દીઠ જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં 4280 રૂપિયા નોંધાયો હતો. બીજી તરફ, સૌથી નીચો ભાવ અમરેલી યાર્ડમાં 2025 રૂપિયા રહ્યો હતો. નીચા ભાવો પ્રતિ 20 કિલો 2025 થી 3800 રૂપિયા વચ્ચે રહ્યા, જ્યારે ઊંચા ભાવો 3396 થી 4280 રૂપિયા સુધી નોંધાયા. આજે વિવિધ યાર્ડમાં નોંધાયેલા જીરાના ભાવ (પ્રતિ 20 કિલો) માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ ઊંઝા 3575 4280 રાધનપુર 3307 4041 જામનગર 3500 4035 સાવરકુંડલા 3800 4035 ગોંડલ 2851 4031 રાજકોટ 3575 4000 જસદણ 2500 3990 જેટપુર 3351 3926 જામજોધપુર 3500 3910 અમરેલી 2025 3865 પોરબંદર 3450 3850 વિસાવદર 2964 3396 રાજ્યના…
ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાન–અફઘાનિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ, સરહદે ગોળીબારથી લોકોમાં ગભરાટ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર ફરી તણાવ વધ્યો છે. કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ભારે ગોળીબાર અને મોર્ટાર હુમલા થયા. અચાનક થયેલી અથડામણને કારણે સરહદી ગામોના લોકો પોતાના ઘર-પરિવારને છોડીને અન્યત્ર ભાગ્યા છે. આ ઘટના બે દિવસ પહેલાં થયેલી શાંતિ વાર્તા નિષ્ફળ થયા બાદ બની છે. એકબીજા પર આક્ષેપોની બરસાત અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ જણાવ્યું કે ગોળીબારની શરૂઆત પાકિસ્તાન તરફથી થઈ હતી. જ્યારે પાકિસ્તાની સેનાનું કહેવું છે કે પ્રથમ હુમલો અફઘાન સેનાએ કર્યો. ત્યારબાદ બંને તરફથી ગ્રેનેડ, રોકેટ અને શેલ છોડવામાં આવ્યા, જેમાથી નાગરિક વિસ્તારોમાં ભારે નુકસાન થયું અને લોકો રાતોરાત ઘર છોડીને ભાગી ગયા. ડ્યુરન્ડ લાઇનનો જુનો વિવાદ ફરી ચગ્યો ડ્યુરન્ડ લાઇન વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહી છે.…
PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આપી ભારતની સાંસ્કૃતિક ભેટો, જાણો વિગત
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય વાટાઘાટ કર્યા. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અનેક ભારતીય સાંસ્કૃતિક ભેટો આપી, જે દેશના વૈવિધ્યસભર વારસો અને હસ્તકલા પરંપરાને પ્રતિબિંબિત કરે છે. ભારતની ભેટોમાં શામેલ છે: આસામ બ્લેક ટી: આસામના ફળદ્રુપ મેદાનોમાં ઉત્પાદન, મજબૂત માલ્ટી સ્વાદ અને પરંપરાગત પ્રક્રિયા માટે જાણીતી. 2007માં GI ટેગ સાથે સન્માનિત. ચાંદીનો ચાનો સેટ: મુર્શિદાબાદના કારીગરો દ્વારા બનાવેલું, ભારત-રશિયા વચ્ચેની મિત્રતા અને ચાની પરંપરાનું પ્રતીક. ચાંદીનો ઘોડો: મહારાષ્ટ્રના હસ્તકલા પરંપરા પર આધારિત, ગુરુત્વાકર્ષક ડિઝાઇન સાથે ભારતીય વારસાનું પ્રતિનિધિત્વ. માર્બલ ચેસ સેટ: આગ્રાથી હાથથી બનાવેલો, ODOP પહેલ હેઠળ પ્રદેશના પથ્થર વારસાને ઉજાગર કરતું. કાશ્મીરી કેસર: ઉચ્ચ ગુણવત્તાવાળા ઝફરાન, GI અને ODOP માન્યતા સાથે કાશ્મીરી હસ્તકલા…
ઇન્ડિગો મુસાફરોને મોટી રાહત: 5–15 ડિસેમ્બર વચ્ચેની તમામ ટિકિટ પર રિફંડ-રિશેડ્યૂલિંગ ફ્રી
ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબ અને રદ્દીકરણને કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફરાતફરી વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. એરલાઇને 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી તમામ ટિકિટ પર રિશેડ્યૂલિંગ અને કેન્સલેશન ફી સંપૂર્ણપણે માફ કરી છે. મુસાફરોને રિફંડની પ્રક્રિયા ઓટોમેટિક શરૂ થશે, તેમજ એરલાઇને અસુવિધા બદલ માફી પણ માંગી છે. આ સાથે જ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પાયલટ્સ માટેનો ફરજિયાત 48 કલાકનો ‘વિકલી રેસ્ટ’નો નવો નિયમ પાછો ખેંચી લીધો છે. પાયલટની અછત દૂર થતાં હવે ઓપરેશન્સ પરનું દબાણ ઘટશે અને ફ્લાઇટ શેડ્યૂલ ઝડપી સ્થિર થવાની આશા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે આજ રાતથી જ ઇન્ડિગો ફ્લાઇટ્સનું શેડ્યૂલ સામાન્ય થવાનું શરૂ થઈ જશે, જ્યારે મુસાફરોને એરપોર્ટ જવા પહેલાં ઘરેથી જ ફ્લાઇટ…
‘પરીક્ષા પે ચર્ચા 2026’: 9મી આવૃત્તિ જાન્યુઆરીમાં, 1 ડિસેમ્બરથી સ્પર્ધા શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ સાથેના અનોખા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી-2026માં યોજાવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો – વાલીઓ માટે તા. 1 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી 2026 દરમિયાન https://innovateindia1.mygov.in પર ઓનલાઈન MCQ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા દ્વારા સહભાગીઓને તેમના પ્રશ્નો વડાપ્રધાનને સંબોધવા માટે આમંત્રિત કરવામાં આવે છે. NCERT દ્વારા શોર્ટલીસ્ટ કરવામાં આવેલા પસંદગીના પ્રશ્નોનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને NCERT દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે શાળાઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને #PPC2026 ટેગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ તથા શાળાઓ પોતાના પોસ્ટર-ક્રિએટિવ વિડિયો વગેરે બનાવીને પણ પોસ્ટ કરી…
રાશિફળ/06 ડિસેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે. તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી…
અંક જ્યોતિષ/06 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
ઈન્ડોનેશિયા: સુમાત્રામાં વનનાબૂદીની ભયાનક કિંમત, 836ના મોત
ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર તાજેતરમાં વાવાઝોડું “સેન્યાર” લઈને આવ્યું વિનાશ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ 30 વર્ષના બેકાબૂ વનનાબૂદીનું પરિણામ છે. ત્રણ દિવસના સતત વરસાદમાં એક જ દિવસમાં 40 સે.મી. (16 ઇંચ) જેટલું પાણી પડ્યું, જેના કારણે 836 લોકો માર્યા ગયા અને 518 લોકો હજુ પણ ગુમ છે. વિનાશની સૌથી ભયાનક બાબત એ હતી કે હજારો કાપેલા લાકડાના મોટા લોગ્સ પાણી સાથે પહાડ પરથી નીચે આવી ગયા અને ઘરોનો નાશ કર્યો. વૈજ્ઞાનિકો સ્પષ્ટ કહે છે કે આ વિનાશનું મુખ્ય કારણ જંગલોનો નાશ છે. વૃક્ષોના અભાવે માટી પાણીને શોષી શકતી નથી અને ઢોળાવ પર ભૂસ્ખલન 10 ગણું વધ્યું છે. છેલ્લા 20 વર્ષમાં સુમાત્રાના 35% થી વધુ જંગલો પામ તેલના વાવેતર અને કાગળ ઉદ્યોગ માટે કાપી નાખવામાં આવ્યા.…















