ભારત–અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી: ટ્રમ્પ–મોદીના નેતૃત્વમાં ‘વચગાળાના કરાર’નું એલાન
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક સિદ્ધિ નોંધાઈ છે. બંને દેશોએ પરસ્પર લાભ અને સંતુલિત વેપાર સંબંધોને નવી દિશા આપતા એક માળખાગત ‘વચગાળાના કરાર’ (Interim Trade Agreement) પર પહોંચવાની જાહેરાત કરી છે. આ કરાર 13 ફેબ્રુઆરી, 2025ના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટોનું મહત્વપૂર્ણ પરિણામ છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે મજબૂત સપ્લાય ચેઈન વિકસાવવાનો, સમાન બજાર પ્રવેશ સુનિશ્ચિત કરવાનો અને વેપારમાં અવરોધો ઘટાડવાનો છે. તેને ભારત–અમેરિકા સંબંધોમાં વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક ગણાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની પ્રતિક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ કરારને ભારત અને અમેરિકા માટે ‘શુભ સમાચાર’…
પુતિન આજે આવશે ભારતની મુલાકાતે : પરમાણુ ઉર્જા સહયોગ અને મહત્વપૂર્ણ શિખર મંત્રીસ્તર કરારો પર હસ્તાક્ષર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસની મહત્ત્વપૂર્ણ મુલાકાત માટે ભારત પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન, શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની શિખર બેઠક યોજાશે. પુતિનની મુલાકાત પહેલા, રશિયન મંત્રીમંડળે નાગરિક પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ભારત સાથે સહયોગ વધારવા માટેના મહત્વપૂર્ણ MoUને મંજૂરી આપી છે, જે શિખર મંત્રીસ્તર બેઠક દરમિયાન હસ્તાક્ષર માટે તૈયાર રહેશે. પ્રાથમિક મુદ્દાઓ પુતિનની ભારત મુલાકાત દરમિયાન આશા છે કે: – નાગરિક પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા માટેનો કરાર (MoU) પર હસ્તાક્ષર – નાના મોડ્યુલર રિએક્ટર (SMR) બનાવવામાં સહયોગ – સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવું – દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગનું રક્ષણ – S-400 મિસાઇલ સિસ્ટમ, સુખોઈ-30 વિમાન અપગ્રેડ અને બ્રહ્મોસના અદ્યતન સંસ્કરણ પર ચર્ચા પરમાણુ ઉર્જા અને નાગરિક સહયોગ – રશિયન પરમાણુ…
અફઘાનિસ્તાનનું મોટું એલાન: ભારત માટે ખુલ્યા નવા રોકાણ અને વેપારના અવસરો, જાણો વિગત
અફઘાનિસ્તાન સરકારે ભારત સાથે વ્યાપાર અને રોકાણના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઉદ્યોગ અને વેપાર મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝીએ તેમની છ દિવસીય ભારત મુલાકાત દરમિયાન ભારતીય કંપનીઓ માટે લાંબા ગાળાના રોકાણના અવસરો અંગે જાહેરાત કરી. ખાસ કરીને ગોલ્ડ માઇનિંગ અને અન્ય કુદરતી સંપત્તિ ક્ષેત્રોમાં આ ખુલ્લા અવસરો ભારતીય રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મુખ્ય જાહેરાતો અને લાભો – ગોલ્ડ માઇનિંગ અને અન્ય સેક્ટર્સમાં ભારતીય કંપનીઓને 5 વર્ષ સુધી રાહત. – અફઘાનિસ્તાનમાં જમીન આપવા તૈયાર હોવાના કારણે ઓપરેશનલ બેઝ સરળતાથી ઊભો કરી શકાય. – મશીનરી અને સાધનો અફઘાનિસ્તાનમાં આયાત પર ફક્ત 1% ટૅરિફ શુલ્ક. – ગોલ્ડ પ્રોસેસિંગ સ્થાનિક સ્તરે થાય જેથી સ્થાનિક રોજગારી વધે. ભારત-અફઘાનિસ્તાન વેપાર અને સહકાર – પાકિસ્તાન સાથેના તણાવ…
અફઘાનિસ્તાનના મંત્રી અઝીઝી ભારત પહોંચ્યા, પાકિસ્તાન પર દબાણ વધારવાની તૈયારી
અફઘાનિસ્તાનના વાણિજ્ય પ્રધાન હઝરત અલ્હાજ નૂરુદ્દીન અઝીઝી પાંચ દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારતમાં પહોંચ્યા છે. તેઓ IITF 2025ના વિશેષ મેલામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે જોડાયા અને ભારતીય વેપારીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા માટે કેન્દ્રિત છે. અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે અને હવે ભારત સાથે વેપાર વધારવાનો દબાણ શરૂ કર્યું છે. આ પગલાથી બંને દેશના ગાઢ સંબંધોને મજબૂતી મળશે અને પાકિસ્તાનને બાયપાસ કરવાના વૈકલ્પિક માર્ગ ખોલાશે. ભારત-અફઘાનિસ્તાનના મુખ્ય વેપાર ક્ષેત્રોમાં ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, મશીનરી, ખાંડ, ચા અને ચોખા સમાવેશ થાય છે, જ્યારે અફઘાનિસ્તાન તરફથી કૃષિ ઉત્પાદનો અને ખનિજો ભારતમાં આયાત થાય છે. અફઘાનિસ્તાન ભારત પાસેથી ખાણકામ અને જળવિદ્યુત ક્ષેત્રમાં રોકાણ ઇચ્છે છે. Follow us…
India-UK FTA: ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર થયા હસ્તાક્ષર, જાણો શું છે વેપાર કરાર?
6 મે, 2025ના રોજ ભારત અને યુકે (યુનાઇટેડ કિંગડમ) વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર સહમતી થઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ કરારની ઘોષણા કરી હતી. આ કરાર બંને દેશોની આર્થિક પ્રગતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મુખ્ય લાક્ષણિકતાઓ: – બ્રિટિશ વ્હિસ્કી અને કારો પર ડ્યુટીમાં ઘટાડો બ્રિટિશ વ્હિસ્કી અને વાઇન પરની આયાત ડ્યુટી 150%માંથી ઘટાડી પ્રથમ તબક્કે 75% કરવામાં આવશે અને ધીમે ધીમે 10 વર્ષમાં 40% સુધી લાવવામાં આવશે. ઓટોમોબાઈલ્સ (કારો) પરની ડ્યુટી પણ 100%માંથી ઘટાડી 10% નિશ્ચિત ક્વોટા હેઠળ રહેશે. – ભારતીય નિકાસકારોને મોટો લાભ કાપડ, ચામડાના ઉત્પાદનો અને મશીનરી જેવી ભારતીય ઉત્પાદનો પર યુકેમાં કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવશે. – વ્યાવસાયિક વિઝા સરળ બનાવશે…











