બિહાર: તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. પટનાની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. ચંદ્રશેખર સિંહની તબિયત અને સારવાર પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા અનેક દિવસોથી ગંભીર રીતે બીમાર હતા. ચૂંટણી પ્રચારમાં તેઓ ભાગ લઈ શક્યા નહોતા. 31 ઓક્ટોબરે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને પહેલો હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક પટનાની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. સતત સારવાર દરમિયાન આજે ફરી હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા તેમનું અવસાન થયું. રાજકીય વર્તુળોમાં શોકની લાગણી તરારી વિધાનસભા વિસ્તારમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂકી છે. ઉમેદવારના આકસ્મિક અવસાનથી સ્થાનિક રાજકીય માહોલમાં શોક અને નિરાશાનો…
બિહાર: વિધાનસભા ચૂંટણી પૂર્વે કરોડો રૂપિયાની ગેરકાયદેસર પ્રલોભન સામગ્રી જપ્ત
બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીઓ વચ્ચે ચૂંટણી પંચની સઘન ચકાસણી હેઠળ ₹108.19 કરોડથી વધુ કિંમતની ગેરકાયદેસર પ્રલોભન સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ સામગ્રીમાં ₹9.62 કરોડ રોકડ, ₹42.14 કરોડનો દારૂ (9.6 લાખ લિટર), ₹24.61 કરોડના ડ્રગ્સ, ₹5.8 કરોડની કિંમતી ધાતુઓ અને ₹26 કરોડથી વધુના અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, આ જપ્તી 6 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2025 વચ્ચે ઘણી હતી. ચૂંટણી પંચે રાજ્ય સરકારોને આદર્શ આચારસંહિતા (MCC)નું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આક્રમક તપાસ અને ચેકિંગ કામગીરી દરમિયાન મતદારોને પ્રેરિત કરવા માટે રોકડ, દારૂ, માદક દ્રવ્યો અને કિંમતી વસ્તુઓનું વિતરણ સખત પ્રતિબંધિત છે. બિહાર વિધાનસભાની ચૂંટણી રાજ્યની 243 બેઠકો માટે બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન…









