મેહુલ ચોકસીને ભારત લાવવા માટે CBI અને EDએ શરૂ કરી તૈયારીઓ, 6 અધિકારીઓ જશે બેલ્જિયમ
બેલ્જિયમમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારતીય એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. કોર્ટમાં મેહુલ ચોકસીની સુનાવણી પહેલા ED અને CBI બેલ્જિયમ જવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, CBI અને ED એ બેલ્જિયમ જતા અધિકારીઓની યાદી તૈયાર કરી છે. આ અધિકારીઓ ટૂંક સમયમાં જઈ શકે છે. CBI અને EDના કહેવા પર મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રત્યાર્પણની વિનંતી બાદ 12 એપ્રિલે ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, CBI અને EDના ત્રણ-ત્રણ અધિકારીઓને બેલ્જિયમ મોકલવામાં આવશે. તેમની પસંદગી પછી પેપર્સ તૈયાર કરવામાં આવશે. એવી શક્યતા છે કે ચોક્સી પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કરશે. તબીબી આધાર પર માંગ્યા જામીન સોમવારે…







