દુષ્કર્મ પીડિતાએ આસારામના જામીનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી, જાણો શું છે મામલો
આસારામને છ મહિનાના જામીન મળ્યા બાદ એક દુષ્કર્મ પીડિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પીડિતાએ આસારામના જામીન રદ કરવાની માંગ કરી છે. આસારામ 2013ના દૂષક્રમ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 29 ઓક્ટોબરના રોજ, રાજસ્થાન હાઈકોર્ટે તેમને સમાન સજા માટે છ મહિનાના જામીન આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધારે જામીન આપ્યા હતા. હવે, પીડિતાએ તેમના જામીન રદ કરવા માટે અરજી દાખલ કરી છે. રાજસ્થાન હાઈકોર્ટે આસારામને તબીબી સારવાર માટે છ મહિનાના જામીન આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે 6 નવેમ્બરના રોજ આ જ આધાર પર જામીન આપ્યા હતા. પીડિતાની અરજીમાં આસારામને જામીન આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. ન્યાયાધીશ ઈલેશ વોરા અને આરટી વાછાણીની બેન્ચે આસારામ (84) ને તેમની સારવાર માટે કામચલાઉ જામીન આપતા કહ્યું કે…







