સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી કેસની થશે સુનાવણી, જાણો વિગત

સુપ્રીમ કોર્ટ અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા સંબંધિત વિવાદની સુનાવણી આગામી સમયમાં કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ, જેમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે, આ મામલાની સુનાવણી કરશે. 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની સમાન વ્યાખ્યાને મંજૂરી આપી હતી. આ વ્યાખ્યા અનુસાર, અરવલ્લી પર્વતમાળા એવી જમીન ગણાશે જેની ઊંચાઈ આસપાસના વિસ્તારમાંથી 100 મીટર કે તેથી વધુ હોય, અને જો બે કે તેથી વધુ ટેકરીઓ 500 મીટરના અંદર આવેલ હોય, તો તેને અરવલ્લી પર્વતમાળામાં સમાવિષ્ટ ગણવામાં આવશે. વ્યાખ્યામાં ટેકરીઓ, તેમના ઢોળાવ, આસપાસની જમીન અને સંબંધિત ભૂમિ સ્વરૂપોનો સમાવેશ થશે. આ નિર્ણય અરવલ્લી પર્વતમાળાની સુરક્ષા અને તેનું સંરક્ષણ વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. Follow us On Social…