Ahmedabadમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઈ…
Ahmedabadમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઈ, યુવાનોને સાયબર સુરક્ષામાં નવી તક Ahmedabadમાં ડિજિટલ યુગની વધતી જતી સાયબર સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. Ahmedabad સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનનું આયોજન KCG કેમ્પસ સ્થિત i-Hub Gujarat ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સાયબર નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ, આઇટી ક્ષેત્રના નિષ્ણાતો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ->Ahmedabadમાં સાયબર ગુનાઓ સામે નવી ટેક્નોલોજી પર ભાર : હેકાથોનને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “સાયબર હેકાથોન માત્ર સ્પર્ધા નથી, પરંતુ ગુજરાત પોલીસને નવી દિશા આપતી પહેલ છે.” તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ગુનાઓનું…






