પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર તણાવ: 5 સ્થળોએ ભારે ગોળીબાર, એરસ્ટ્રાઈકમાં 70 આતંકીઓનો નાશ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી વધ્યો છે. રિપોર્ટ અનુસાર 24 ફેબ્રુઆરીના સાંજના સમયે પાકિસ્તાની સેનાએ ઉરઘા બોર્ડર નજીક અફઘાનિસ્તીની પોસ્ટ પર તોપમારો કર્યો. સરહદ પર ઉરાઘા, જકા ખેલ, વરઘા, શાહકોટ અને લંદી કોટલ જેવા પાંચ વિસ્તારમાં ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. પાકિસ્તાનનો એર્ગ્રેસિવ જવાબ પાકિસ્તાનનો દાવો છે કે રવિવારે (23 ફેબ્રુઆરી) આતંકી હુમલાઓના બદલો તરીકે તેણે અફઘાનિસ્તાનમાં આઠ હવાઈ હુમલાઓ કરીને 70 આતંકીઓને ઠાર માર્યા છે. આ હુમલામાં એક જ પરિવારના 19 લોકોના મોત થયા હોવાનું પણ પ્રારંભિક રિપોર્ટ્સમાં જણાવાયું છે. પાકિસ્તાનના આરક્ષ મંત્રાલયે જણાવ્યું છે કે આ આતંકીઓ અફઘાનિસ્તાનના ટેરિટરીનો ઉપયોગ કરી પાકિસ્તાનમાં હુમલાઓ કરી રહ્યા હતા. શનિવારે ખૈબર પખ્તુનખ્વા પર આત્મઘાતી હુમલો 21 ફેબ્રુઆરીના રોજ ખૈબર પખ્તુનખ્વાના બન્નુમાં આત્મઘાતી હુમલામાં એક આર્મી…

અફઘાનિસ્તાનનો પાકિસ્તાની દવાઓની આયાત પર પ્રતિબંધ, ભારત બની શકે કાબુલનો મુખ્ય સપ્લાયર

દક્ષિણ એશિયાના રાજકારણમાં તાજેતરમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનથી આવતી તમામ દવાઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણય સોમવારથી લાગુ થઈ ગયો છે. દવાઓની અછત અફઘાનિસ્તાનની લગભગ 70% દવાઓ પાકિસ્તાન પર આધારિત હતી. આ પ્રતિબંધના કારણે દેશમાં દવાઓની ભારે અછત સર્જાઈ છે. તાલિબાનના નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની માલ માત્ર જપ્ત નહીં થશે, પરંતુ નાશ પણ કરવામાં આવશે. ગેરકાયદેસર દાણચોરી પર પણ કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ભારત તરફ વળતી નજર આ અછતને પહોંચી વળવા, તાલિબાનના અધિકારીઓએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. ભારત પહેલાથી જ અફઘાનિસ્તાનને માનવતાવાદી ધોરણે અનાજ અને તબીબી સહાય મોકલતું રહ્યું છે. હવે ભારત અફઘાનિસ્તાન માટે મુખ્ય ફાર્મા સપ્લાયર બની શકે છે, જે પાકિસ્તાનના…

અફઘાનિસ્તાન ‘મધ્યયુગ’માં પાછું: તાલિબાને ગુલામી કાયદેસર બનાવી, મૌલવીઓને ગુનાઓમાંથી છૂટ

અફઘાનિસ્તાન: 21મી સદીમાં જ્યારે દુનિયા વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ પ્રગતિ તરફ આગળ વધતી હોય, ત્યારે અફઘાનિસ્તાન તાલિબાનના શાસન હેઠળ સેંકડો વર્ષ પાછું ધકેલાયું છે. જાન્યુઆરી 2026માં, તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબતુલ્લાહ અખુંદઝાદાએ નવા કાયદાકીય દસ્તાવેજને મંજૂરી આપી છે, જેમાં ગુલામીને કાયદેસર માન્યતા આપવામાં આવી છે. નવો ફોજદારી કાયદો અને અસમાનતા: આ કાનૂની કોડમાં “ગુલામ” અને “માલિક” જેવા શબ્દોનો ઉપયોગ થઇ રહ્યો છે, જે દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં લોકોની ખરીદ-વેચાણ અને બંધક બનાવવાની પ્રક્રિયા હવે કાયદેસર બની ગઈ છે. તાલિબાનના કાયદામાં સમાજને ચાર વર્ગોમાં વહેંચી દેવાયું છે: ઉલેમા, અશરફ, મધ્યમ અને નીચલા વર્ગ. ટોચ પર બેઠેલા મૌલવો અને મુલ્લાઓ ગુનાઓ માટે છૂટછાટ ધરાવે છે, જ્યારે સામાન્ય નાગરિકોને કઠોર સજા અને શારીરિક યાતનાઓ ભોગવવી પડશે. આંતરરાષ્ટ્રીય ચિંતાઓ: આ નવો…

ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાન–અફઘાનિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ, સરહદે ગોળીબારથી લોકોમાં ગભરાટ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર ફરી તણાવ વધ્યો છે. કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ભારે ગોળીબાર અને મોર્ટાર હુમલા થયા. અચાનક થયેલી અથડામણને કારણે સરહદી ગામોના લોકો પોતાના ઘર-પરિવારને છોડીને અન્યત્ર ભાગ્યા છે. આ ઘટના બે દિવસ પહેલાં થયેલી શાંતિ વાર્તા નિષ્ફળ થયા બાદ બની છે. એકબીજા પર આક્ષેપોની બરસાત અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ જણાવ્યું કે ગોળીબારની શરૂઆત પાકિસ્તાન તરફથી થઈ હતી. જ્યારે પાકિસ્તાની સેનાનું કહેવું છે કે પ્રથમ હુમલો અફઘાન સેનાએ કર્યો. ત્યારબાદ બંને તરફથી ગ્રેનેડ, રોકેટ અને શેલ છોડવામાં આવ્યા, જેમાથી નાગરિક વિસ્તારોમાં ભારે નુકસાન થયું અને લોકો રાતોરાત ઘર છોડીને ભાગી ગયા. ડ્યુરન્ડ લાઇનનો જુનો વિવાદ ફરી ચગ્યો ડ્યુરન્ડ લાઇન વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહી છે.…

વાટાઘાટો નિષ્ફળ! પાક-અફઘાન તણાવ ચરમસીમાએ, ખ્વાજા આસિફના યુદ્ધ સંકેતથી ચકચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો આખરે નિષ્ફળ નીવડી છે. બંને દેશોના સરકારી માધ્યમોએ વાટાઘાટો તૂટી પડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ, કાબુલ સરકારે પાકિસ્તાનની “કાયદેસર માંગણીઓ” સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે વાટાઘાટો અટકી ગઈ છે. પાકિસ્તાનની મુખ્ય માંગણીઓ પાકિસ્તાને અફઘાનિસ્તાન પાસે સ્પષ્ટ ખાતરી માંગી હતી કે તેની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી હુમલાઓ માટે નહીં કરવામાં આવે. પાકિસ્તાની રક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં રહેલી તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ની પ્રવૃત્તિઓ સતત વધતી જઈ રહી છે, જેના કારણે સરહદી વિસ્તારોમાં અશાંતિ વધી રહી છે. અફઘાનિસ્તાને તેના પ્રતિભાવમાં જણાવ્યું કે તેની ટીમ રચનાત્મક વાટાઘાટો માટે પ્રતિબદ્ધ હતી, પરંતુ પાકિસ્તાની પક્ષે હઠીલો વલણ અપનાવ્યું. ખ્વાજા આસિફનું વિવાદાસ્પદ નિવેદન વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ…

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા, જાણો કોણે કરી મધ્યસ્થા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન, બંને દેશો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ યુદ્ધવિરામ તુર્કીની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. કતારે જણાવ્યું હતું કે બંને પક્ષો આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવા સંમત થયા છે જેથી યુદ્ધવિરામ ટકાઉ અને યોગ્ય રીતે અમલમાં આવે. પાકિસ્તન અને અફઘાન વચ્ચે સરહદી તણાવ બાદ શાંતિ મંત્રણા કરવાં આવી હતી. આ તણાવમાં બંને દેશના અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 2021 માં તાલિબાન સત્તામાં આવ્યા પછી આ બંને દેશો વચ્ચેનો સૌથી ગંભીર મામલો બન્યો હતો. મળતી માહિતી મુજબ, અફઘાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન મુલ્લા મુહમ્મદ યાકુબે કર્યું હતું, જ્યારે પાકિસ્તાન વતી સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાનના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં ભાગ લીધો હતો. અનેક વખત…

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ: કાબુલ પર હવાઈ હુમલાં પછી ગોળીબાર, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અનેક અફઘાન શહેરોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓના દાવાઓ વચ્ચે હવે સરહદ પર ગોળીબાર અને તોફાનમય સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાની હવાઈ હુમલાનો દાવો 9 ઓક્ટોબરની રાત્રે, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને અન્ય પ્રદેશોમાં વિસ્ફોટોની જાણ થઈ હતી. તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના દાવા અનુસાર, આ હુમલાઓ પાકિસ્તાની વાયુસેનાએ કર્યા હતા. આ હુમલાઓને ‘અક્ષમ્ય અગ્રેસન’ ગણાવતાં અફઘાનિસ્તાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે નારાજગી વ્યક્ત કરી છે. સરહદે ઘમાસાણ 11 ઓક્ટોબરે રાત્રે, અફઘાન-પાક સરહદના કુનાર, દંગમ, બિરકોટ, પક્તિયા અને ખોસ્ટ જેવા વિસ્તારોમાં ગોળીબાર શરૂ થયો હતો. સ્થાનિક અહેવાલો મુજબ, અફઘાન દળોએ પાકિસ્તાની ચોકીઓ અને સૈનિક ઢાંચાઓ પર ઘાતકી હુમલાઓ કર્યા. તેમના દાવા અનુસાર, આ હુમલાઓ “પાકિસ્તાની હુમલાઓનો પ્રતિસાદ” છે.…

પાકિસ્તાની કનેક્શન ધરાવતો અમરેલીનો મૌલવી ગુજરાત ATSના હવાલે, તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા

અમરેલી: ધારી તાલુકાના હિમખીમડીપરામાં એક મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેશન સામે આવ્યું હતું. જેને લઈને ધારી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે મૌલાનાને ગુજરાત ATS ને સોંપવામાં આવ્યો છે . આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી રહી છે અને પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને ડીપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  જેમાં અમરેલી SOGની ટીમ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરતી ત્યારે ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ શેખ પર SOGને શંકા ગઇ હતી. જેની તપાસ કરતાં તેમના ફોનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. જેને લઈ તેમના વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આજે તેમણે ગુજરાત…

Earthquake: અફઘાનિસ્તાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા ભૂકંપના આંચકા

બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપની ઊંડાઈ 121 કિલોમીટર હતી અને તેનું કેન્દ્ર બગલાન શહેરથી 164 કિલોમીટર પૂર્વમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે લગભગ 4:44 વાગ્યે (ભારતીય સમય) આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ભૂકંપને કારણે અફઘાનિસ્તાન કે ભારતમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. જોકે, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં લોકોએ હળવાથી મધ્યમ ભૂકંપના આંચકા અનુભવ્યા. EQ of M: 5.9, On: 16/04/2025 04:43:58 IST, Lat: 35.83 N, Long: 70.60 E, Depth: 75 Km, Location:…

’31 માર્ચ પહેલા વિદેશીઓ દેશ છોડે, નહીંતર દેશનિકાલ કરીશું’ પાકિસ્તાન સરકારનું અલ્ટીમેટમ

અમેરિકાની જેમ પાકિસ્તાને પણ ગેરકાયદેસર શરણાર્થીઓ પર કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાને ગેરકાયદેસર શરણાર્થીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ સુધીમાં દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે શુક્રવારે તમામ ગેરકાયદેસર વિદેશીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ પહેલા દેશ છોડી દેવા જણાવ્યું છે. એટલું જ નહીં, મંત્રાલયે ચેતવણી આપી હતી કે જો આવા લોકો 31 માર્ચ સુધીમાં દેશ છોડશે નહીં, તો તેમને 1 એપ્રિલથી દેશનિકાલ કરવામાં આવશે. આ પણ વાંચો :- ‘જો તમારે ભારતને હરાવવા હોય તો…’, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા શોએબ અખ્તર અને શોએબ મલિકના નિવેદને હંગામો મચાવ્યો પાકિસ્તાન તેની સરહદોમાં થઈ રહેલા આતંકવાદી હુમલાઓ અને ગુનાઓ માટે સતત અફઘાન નાગરિકોને દોષી ઠેરવી રહ્યું છે. જોકે, અફઘાનિસ્તાને આ આરોપોને નકારી…