આધાર કાર્ડમાં આ વિગતો ફક્ત એક જ વાર બદલી શકાય છે, નહીં જાણો તો પડી શકે છે મોટી મુશ્કેલી

આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગ કામકાજ, સરકારી યોજનાઓનો લાભ, સરનામાનો પુરાવો કે રેલવે ટિકિટ બુકિંગ—લગભગ દરેક જગ્યાએ આધાર ફરજિયાત બની ગયો છે. આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, લિંગ (જેન્ડર) અને સરનામા જેવી મહત્વપૂર્ણ માહિતી નોંધાયેલી હોય છે. ઘણા લોકો સમયાંતરે આ વિગતો અપડેટ કરાવતા હોય છે, પરંતુ UIDAIના નિયમો અનુસાર આધાર કાર્ડમાં કેટલીક વિગતો એવી છે, જે વારંવાર બદલી શકાતી નથી. જો આ નિયમો અંગે જાણ ન હોય, તો આગળ જઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આધાર કાર્ડમાં નામ બદલવાની મર્યાદા UIDAI મુજબ આધાર કાર્ડ પર નામ માત્ર બે વાર જ બદલી શકાય છે. ખાસ કરીને લગ્ન પછી ઘણી મહિલાઓ પોતાની અટક બદલાવતી હોય…

UIDAIનો નવો આદેશ: હવે આધાર કાર્ડથી ‘આ’ સેવાઓ માટે પુરાવો માન્ય નહીં, જાણો વિગત

ભારતીય નાગરિકોના સૌથી મહત્વના દસ્તાવેજોમાં ગણાતું આધાર કાર્ડ અંગે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. લોકોમાં રહેલી મૂંઝવણ દૂર કરવા માટે UIDAI એ નવો સર્ક્યુલર જાહેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આધાર હવે કેટલીક સેવાઓ માટે ઉપયોગી નહીં રહેશે. આધારનો હેતુ — માત્ર ઓળખનો પુરાવો UIDAI અનુસાર, આધાર કાર્ડનો માત્ર હેતુ વ્યક્તિની ઓળખ (Identity Proof) તરીકે ઉપયોગ કરવાનો છે. એટલે કે તે કોઈની નાગરિકતા, રહેઠાણ કે જન્મ તારીખનો પુરાવો તરીકે માન્ય નહીં ગણાય. આધારનો ઉપયોગ જ્યાં ન કરી શકાય – નાગરિકતા (Citizenship) નો પુરાવો તરીકે – રહેઠાણ (Domicile) નો પુરાવો તરીકે -જન્મ તારીખ (Date of Birth) નો પુરાવો તરીકે -જન્મ પ્રમાણપત્રના વિકલ્પ તરીકે આધારનો ઉપયોગ જ્યાં કરી શકાય –…