10 મિનિટમાં ડિલિવરીનો દાવો હટાવ્યો, ગિગ વર્કર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારનો મોટો નિર્ણય

દેશભરમાં ગિગ વર્કર્સની હડતાળ બાદ, સરકારી હસ્તક્ષેપને ધ્યાનમાં રાખીને ઇ-કોમર્સ અને ફૂડ ડિલિવરી કંપનીઓ હવે 10 મિનિટમાં ડિલિવરીના દાવાને દૂર કરશે. આ પગલાં ડિલિવરી બોય્ઝ પર બિનજરૂરી દબાણ અને સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. કેન્દ્રિય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની સૂચના બાદ, ક્વિક ઈ-કોમર્સ પ્લેટફોર્મ બ્લિન્કિટે પોતાના તમામ બ્રાન્ડ્સ પર 10 મિનિટમાં ડિલિવરીનો દાવો હટાવી દીધો છે. કંપની ટૂંક સમયમાં પોતાના પ્રચાર અને જાહેરાતમાંથી પણ આ દાવાને દૂર કરશે. આ પગલાં અન્ય કંપનીઓ જેમ કે ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટો પર પણ લાગુ કરવામાં આવશે. મંત્રી મનસુખ માંડવિયાએ કંપનીના અધિકારીઓને સલાહ આપી છે કે ડિલિવરી બોય્ઝની સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે અને ટૂંકા સમયમાં ડિલિવરીનો દાવો કર્મચારીઓ પર દબાણ લાવે છે. ગિગ વર્કર્સના સંગઠનોએ લાંબા સમયથી…