સ્માર્ટ સિટી તરફ વડોદરાની ઝડપી દોડ

વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટને મળી ગતિ, વિકાસ કાર્યોમાં આવ્યો વેગ   વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિકાસ કાર્યોને વધુ ગતિ આપવામાં આવી રહી છે. શહેરના આધુનિકીકરણ અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી નવા રોડ, ગાર્ડન અને જાહેર સુવિધાઓના વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓના સુધારણા, નવા માર્ગોના નિર્માણ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે જ હરિયાળી વધારવા માટે નવા ગાર્ડન અને જાહેર બગીચાઓના વિકાસનું કામ પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે આધુનિક સ્ટ્રીટ લાઇટ, ફૂટપાથ, જાહેર શૌચાલયો, પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટ પર પણ કામગીરી કરવામાં આવી રહી છે.…

વડોદરામાં પ્રદૂષણ નિયંત્રણ માટે મોટું પગલું, શહેરમાં શરૂ થયું પ્રથમ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન

વડોદરામાં વધતા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ શહેરનું પ્રથમ “એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન” કાર્યરત કર્યું છે. આ આધુનિક સ્ટેશન વડોદરા શહેરના પ્રદૂષણ સ્તર અને હવાની ગુણવત્તા અંગે રીયલ-ટાઇમ માહિતી આપશે. કારેલીબાગ ખાતે અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્થાપના આ સ્ટેશન કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અંતર્ગત સ્થાપિત થયું છે. કારેલીબાગ વિસ્તારના પાલિકાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવેલ આ સ્ટેશન વડોદરાની હવા કેટલી શુદ્ધ છે તેની સતત દેખરેખ રાખશે. રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર સ્ટેશન આ મોનીટરીંગ સિસ્ટમ 24 કલાક સતત કાર્યરત રહેશે અને તેનું ડેટા સીધું GPCB અને CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ના સર્વર સાથે જોડાશે. હવાની ગુણવત્તા અંગેની માહિતી CPCB ની વેબસાઇટ અને “સમીર” મોબાઈલ એપ્લિકેશન…

ચૂંટણી પહેલા શહેરા અને ડભોઈ નગર પાલિકાની અનામત બેઠકોની ફાળવણી રદ, જાણો વિગત

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરા નગર પાલિકા (જિલ્લો: પંચમહાલ) અને ડભોઈ નગર પાલિકા (જિલ્લો: વડોદરા)માં થયેલા વિસ્તારના ફેરફારોને કારણે અનામત બેઠકોની ફાળવણી (Reservation Allocation) તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્ણય મુજબ, આ બંને નગરપાલિકાઓની બેઠકો હવે નવેસરથી નક્કી કરવામાં આવશે અને નવો આદેશ બહાર પાડાયા પછી જ આગામી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. શહેરા નગર પાલિકા વિસ્તારનો ફેરફાર પંચમહાલ જિલ્લાના શહેરા નગર પાલિકામાં હવે નીચેના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરિઆલ, ઝોઝ, મીઠાપુર, ખરેડિયા ગૃપ, લાભી, હાંસેલાવ, ભદ્રાલા, વાંટા-વછોડા જૂથ ગ્રામ પંચાયત. આ વિસ્તારો ઉમેરાતા શહેરા નગરપાલિકાની હાલની અનામત બેઠકોની ફાળવણી અમાન્ય ગણવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે નવો વિસ્તાર મુજબની બેઠક…

રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી માટે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે. વાતાવરણમાં ભેજ અને નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા હવામાન વિભાગે આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે મંગળવારે (4 નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે લોકોને ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી.…

વડોદરા: પાર્કિંગ વિસ્તારમાં મગર દેખાતા ભારે ભયનો માહોલ, રેસ્ક્યૂ ટીમે પકડ્યો

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટો વસવાટ હોવાને કારણે, શહેરના કેટલાક વિસ્તારોમાં મગરોનો દેખાવ સામાન્ય બન્યો છે. ત્યારે તાજી ઘટના હરણી-સમા લિંક રોડ ખાતેની પંચામૃત રેસિડેન્સીમાં બની, જ્યાં પાર્કિંગ વિસ્તારમાં 4 ફૂટનો મગર દેખાયો. સ્થાનિક રહીશોએ અચાનક મગરને જોઈ ભારે ભય અનુભવ્યો. મગર પહેલા એક ટૂ-વ્હીલર અને ત્યારબાદ એક કાર નીચે છુપાવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પાર્કિંગ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. લોકોનું એકઠું થવું અને મગરની અચાનક હરકતોએ હેરાનગીનો માહોલ સર્જ્યો. જાણ થતાં જ વડોદરા વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી. મગર કાર નીચે છુપાવવાના કારણે તેને બહાર કાઢવું મુશ્કેલ બન્યું. ટીમે મગરના ગળામાં ગાળિયો નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગરની ઊછળકૂદને કારણે રેસ્ક્યૂ ઓપરેશન થોડીવાર માટે અટકી ગયું. બાદમાં, ભારે જહેમત અને…