રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી માટે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

વાતાવરણમાં ભેજ અને નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા હવામાન વિભાગે આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

આવતીકાલે મંગળવારે (4 નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે લોકોને ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોને પણ સલાહ આપવામાં આવી છે કે પાકની રક્ષા માટે યોગ્ય પગલાં લે અને ખુલ્લા ખેતરોમાં તૈયાર પાકને ઢાંકી દે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડો વધારે રહેવાની શક્યતા વ્યક્ત થઈ છે.

હવામાન નિષ્ણાતો અનુસાર, હાલ અરબ સાગર નજીક દબાણ જેવી પરિસ્થિતિ અને પશ્ચિમી પવનના પ્રવાહને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Tragic Industrial Accident In Surat 2026: કામરેજના હલધરુમાં કાળમુખી લિફ્ટે લીધો મહિલાનો ભોગ..

Surat કામરેજના હલધરુ ગામે લિફ્ટની અડફેટે સફાઈ કામદાર મહિલાનું મોત, CCTV ફૂટેજ સામે આવ્યું કામરેજ: Surat જિલ્લાના કામરેજ તાલુકામાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કામરેજના હલધરુ ગામે આવેલી એક ફેક્ટરીમાં બેઝમેન્ટ વિસ્તારમાં સફાઈનું કામ કરી રહેલી એક મહિલા અચાનક નીચે આવેલી લિફ્ટની અડફેટે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, Surat હલધરુ ગામે આવેલી એક ફેક્ટરીના બેઝમેન્ટમાં મહિલા સફાઈ કામ કરી રહી હતી. તે દરમિયાન અચાનક ઉપરથી લિફ્ટ નીચે તરફ આવી હતી. મહિલા લિફ્ટની અડફેટે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો અને ફેક્ટરીમાં હાજર કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ…

Illegal Police Siren On Private Thar In Mahisagar 2026: ખાનગી ગાડી પર સાયરનનો દુરુપયોગ..?

Mahisagarમાં થાર ગાડીમાં પોલીસ જેવી લાઈટ-સાયરન લગાવ્યાનો વીડિયો વાયરલ, કાર્યવાહી અંગે સવાલો Mahisagar: Mahisagar જિલ્લામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોને લઈને ચર્ચા શરૂ થઈ છે. વાયરલ વીડિયોમાં એક થાર ગાડીમાં પોલીસ વાહનોમાં જોવા મળતી હોય તેવી લાઈટ અને સાયરન લગાવવામાં આવ્યા હોવાનું દેખાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ગાડી રસ્તા પર પસાર થતી જોવા મળે છે અને તેના પર લગાવવામાં આવેલી લાઈટ તથા સાયરનને લઈને લોકોમાં વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. Mahisagar વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા વાહનમાં આ પ્રકારની લાઈટ અને સાયરનના ઉપયોગ અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, આ વીડિયો ક્યારેનો છે, ચોક્કસ કયા સ્થળે બનાવવામાં આવ્યો છે અને તેમાં દેખાતી ગાડી કોની…