Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર

સુરતના ઉધનામાં ક્રેન તૂટી પડવાતા એક શ્રમિકનું મોત થયું છે. ખાડી બ્રિજ નજીક કામીગીર કરતાં અચાનક ક્રેન તૂટી પડ્યું. આ ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજયું અને એક વ્યક્તિની ગંભીર ઇજાઓ પંહોચી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.ઉધનામાં ખાડી બ્રિજ નજીક સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. ખાડીની સફાઈ કરવા ક્રેન જેવા મોટા મોટા સાધનો મંગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આજે ખાડીની સફાઈ કામગીરી કરતાં અચાનક ક્રેનનો ભાગ તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ

ક્રેનનો ભાગ તૂટતા ત્યાં કામ કરનાર શ્રમિકો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ક્રેન તૂટતા બે શ્રમિકોને વધુ અસર થઈ. દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાય છે પરંતુ ક્રેન જેવા મશીનમાં કોઈ ખામી છે કે તેને લઈને કોઈ તપાસ થતી નથી.

અગાઉ પણ થોડા સમય પહેલા જ માંગરોળમાં એક ક્રેન બીજી ક્રેન પર પડવાથી ચાલકનું મોત નિપજયું હતું. આ ઘટનાના સામે આવેલ CCTV ફૂટેજ જોઈ તમામનું હૃદય કંપી ઉઠયું હતું. આ દુર્ઘટનામાં કોસંબા પોલીસે તપાસ હાથ ધરી હતી કે એક ક્રેન કેવી રીતે બીજી ક્રેન પર કેવી રીતે પડ્યું. તપાસમાં જાણવા મળ્યું કે ક્રેન ઓવરલોડ થવાના કારણે સમતોલન ગુમાવ્યુ અને બીજા ક્રેન પર પડ્યું. અગાઉ પણ ક્ષમતા કરતાં વધુ વજનના કારણે હોનારત સર્જાયાના કિસ્સા સામે આવેલા છે. મોરબી પુલ અને હરણીકાંડ આજે પણ લોકોને યાદ છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી

ઉધનામાં ક્રેન તૂટવાના કારણે એક વ્યક્તિના મોતની ઘટનામાં પોલીસે તપાસ કરશે કે મશીનની ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ છે કે પછી શ્રમિકોને બેદરકારીના કારણે આ દુર્ઘટના બનવા પામી છે. હાલમાં પોલીસે મૃત્યુ પામનાર શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *