Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 28 પીઆઈની આંતરિક બદલી કરી છે. તેમજ 4 પીઆઈને પોસ્ટિંગ આપવામા આવ્યા છે.અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 28 પોલીસ સ્ટેશનને નવા પીઆઈ મળશે.

આ પણ વાંચો :- Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા

રામોલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા અમદાવાદ પોલીસનું નાક કપાયું હતું. ત્યારે રામોલ પીઆઈ ચૌધરીને કંટ્રોલ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. તો બાપુનગર પીઆઈને એસઓજીમાં મૂકવામાં આવ્યા છે.વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ કમિશનર એકશનમાં આવ્યા છે. અને અચાનક બદલીઓ કરી દીધી છે.અન્ય ચાર પોલીસ ઈન્સ્પેકટરોને પોસ્ટિંગ અપાયું છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી

અમદાવાદ સાયબર ક્રાઈમમાં 6 પોલીસ ઈન્સપેક્ટરોની બદલી કરવામા આવી છે. સેકન્ડ પીઆઈ જે પણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેમાના મોટાભાગના પીઆઈને સાયબર ક્રાઈમમાં મૂકવામાં આવ્યા છે. તો ઘણા પીઆઈ જિલ્લામાંથી અમદાવાદ હાજર થયા છે તો તે પીઆઈ હજુ પોલીસ કંટ્રોલ રૂમ,લીવ રિઝર્વમાં ફરજ બજાવી રહ્યાં છે. તેમને પણ પોલીસ સ્ટેશન જોઈએ છે પંરતુ આ બદલીમાં તેમનો પણ નિકાલ થયો નથી. એવી માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *