Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી

ગુજરાત વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રીનું મોટુ એલાન કર્યું છે. સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડૉક્ટર્સની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જેમાં વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં 1900 ડૉક્ટરની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો :- Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા

આ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 1900થી વધુ ડૉક્ટરની ભરતી કરવામાં આવનાર છે. જેમાં વર્ગ-1ની 1100થી વધુ જગ્યા ભરાશે. અને વર્ગ-2ની 800 જગ્યા ભરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આ ભરતીને લઇ દેખાડા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :- Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ, મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા

આ આંદોલનમાં મોટી માત્રામાં ઉમેદવારો જોવા મળ્યા હતા.ગાંધીનગર ખાતે સરકરના વિરોધમાં દેખાડા કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં યુવાનોને ટીંગાટોળી કરીને લઇ જવામાં આવ્યા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી કરવામાં આવેલ ભરતીની આ માંગને સરકારે છેવટે સાંભળી હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *