Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદથી રાજકારણ ગરમાયું, સાંસદે કહ્યું- જલારામ બાપાનું અપમાન કરવાનો કાઈને અધિકાર નથી

જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે રાજકારણીઓ પણ સોસિયલ મિડિયા પોસ્ટ દ્વારા પોતોનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જલારામ બાપા પર ટિપ્પણી કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જઈ જલારામ બાપાના મંદિરે મસ્તક નમાવી પોતાની ભૂલનો સ્વીકાર કરવો તેવું સૂચન કર્યું છે.

આ પણ વાંચો :- Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન

વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ અને પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ.

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા જલારામ બાપા પર કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હોબાળો મચ્યો હતો. જેના બાદ વીરપુરમાં જલારામ ચોક ખાતે સ્વામીની ટિપ્પણીને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાંસદ પરિમલ નથવાણીએ પણ સ્વામીની ટિપ્પણીને વખોડતાં પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવાનું સૂચન કર્યું હતું. સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયામાં આજે એક પોસ્ટ મૂકી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

પરિમલ નથવાણી ઝારખંડમાંથી બે વખત સાંસદ રહી ચૂકયા છે. સાંસદ પરિમલ નથવાણીએ અનેક વખત આ પ્રકારના મોટા વિવાદમાં પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજૂ કરતા રહ્યા છે. તે પછી રાજકોટમાં રજપૂત સમાજ અને રૂપાલા વચ્ચેના વિવાદ હોય,કે વેરાવળમાં ડોકટર અતુલ ચગના આપઘાતનો મુદ્દો હોય અથવા તો પછી છેલ્લા ઘણા સમયથી સિંહોના થતા મૃત્યુ અટકાવાનો મામલો હોય કે પછી રમગગમત ક્ષેત્રમાં ક્રિકેટ બાદ ફૂટબોલની રમતમાં પણ ગુજરાત આગળ વધે તેવા મુદ્દાને લઈને હંમેશા સાંસદે પોતાના વિચારો સ્પષ્ટ રીતે રૂજૂ કર્યા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *