આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. અને જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક
વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે :- મળતી માહિતી મુજબ આવતીકાલે સુરતમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે. જેમાં પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી સુધી 3 કિમીનો રોડ શો યોજાનાર છે. ત્યારે તેમના આગમનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પર્વત પાટિયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટથી પર્વત પાટિયા સુધી હેલિકોપ્ટરમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીને લઇ સુરત શહેરમાં BRTS બસના 22 રૂટ બંધ કરવામાં આવ્યા છે.
નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા યોજાશે :- નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. જોકે, તેમાં પહેલા રાજ્યના પુરવઠા મંત્રી, બાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી
સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ :- જાહેર કાર્યક્રમ પૂરો થયા બાદ વડાપ્રધાન મોદી 11 કિમીનું અંતર કાપી અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ 14 કિમીનું અંતર કાપી સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








