વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 7 અને 8 માર્ચે ગુજરાતમાં રહેશે. પીએમ મોદી 7 માર્ચે સુરત પહોંચશે. ત્યાં તેઓ લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર રહેશે. પ્રધાનમંત્રી ૮ માર્ચે નવસારીમાં રહેશે. સુરત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી સરકારી યોજનાના લાભાર્થી વૃદ્ધોને કીટનું વિતરણ કરશે. ૭ માર્ચની રાત્રે તેઓ સુરતના સર્કિટ હાઉસ ખાતે આરામ કરશે.
આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક
ત્યારબાદ, 8 માર્ચે,વડાપ્રધાન મોદી નવસારી પહોંચશે અને વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી સુરત અને નવસારી બંને જગ્યાએ વિશાળ જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન મોદી 8 માર્ચે નવસારીથી દિલ્હી જવા રવાના થશે. 7 અને 8 માર્ચે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે.
અગાઉ પણ વડાપ્રધાન મોદી 1 માર્ચની સાંજે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. જોકે, આ તેમનો જાહેર કાર્યક્રમ નહોતો. આ પ્રવાસ ફક્ત સૌરાષ્ટ્ર પૂરતો મર્યાદિત હતો. વડાપ્રધાન મોદીએ ત્રણ દિવસમાં ત્રણ જિલ્લાઓની મુલાકાત લીધી. વડાપ્રધાન મોદી સૌપ્રથમ જામનગર એરપોર્ટ પહોંચ્યા અને રાત્રિ રોકાણ કર્યું.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે બંધ
તેઓ રવિવારે સવારે જામનગરથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પહોંચ્યા હતા. રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રાણી બચાવ કેન્દ્ર વનતારા ગયા હતા. વડાપ્રધાન મોદીએ ૩ માર્ચની સવારે, તેમણે ગીર સફારી પાર્કમાં સફારીનો આનંદ માણ્યો અને જૂનાગઢના સાસણ ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ તેમણે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








