રીબડા: અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ-રાજદીપ સહિત 4 સામે નોંધાઈ દુષ્પ્રેરણની ફરિયાદ, જાણો શું છે મામલો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચર્ચામાં છે. આઅ દરમિયાન ફરી એક વાર ગોંદયલ ચર્ચામાં આવ્યું છે. આજે રીબડાની સીમમાં અમિત ખૂંટ નામના વ્યક્તિએ આપઘાત કર્યો હતો જે મામલે મૃતકના ભાઈએ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, પૌત્ર રાજદીપસિંહ જાડેજા તેમજ બે યુવતીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રીબડાની સીમમાં અમિત ખૂંટે આપઘાત કરી લેતા તેના પરિવારજનો અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રિબડાના સ્થાનિક રાજકીય વર્ચસ્વ ધરાવતા વ્યક્તિઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ મૃતક અમિત દામજી ખૂંટના ભાઈ મનીષ દામજી ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે 4  વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમિતને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવા (આત્મહત્યા માટે પ્રેરવા)ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મૃતક પર હતો દુષ્કર્મનો આરોપ
મૃતક અમિત પર 17 વર્ષીય સગીરા દ્વારા દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સગીરા આ આક્ષેપ સાથે રાજકોટ શહેરની જનાના હોસ્પિટલમાં દાખલ થઈ હતી. અમિતના કાકા જેન્તીભાઈ ખૂંટ સહિત પરિવારજનોનો સીધો આરોપ છે કે, આ સમગ્ર મામલો અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ દ્વારા રચવામાં આવેલું એક કાવતરું છે, જેમાં અમિતને છોકરીમાં ફસાવીને હેરાન કરવામાં આવ્યો હતો. આ સાથે જ મૃતક અમિત વર્ષ 2022ની ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં હતો. મૃતકના પરિવારને મળવા જયરાજસિંહ જાડેજા મળવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં પવન, વીજળી, અને કરા સાથે મેઘરાજાનું તાંંડવ!

મૃતક પાસે મળી સુસાઇડ નોટ
પોલીસને મૃતક અમિત ખૂંટના મૃતદેહ પાસેથી બે પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં ‘અનુભાના દબાણથી ગળાફાંસો ખાવ છું’ તેવો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત, સગીરા અને રાજદીપના ત્રાસથી મરતો હોવાનું પણ નોટમાં લખ્યું છે. સુસાઇડ નોટમાં એક સગીરા સહિત ત્રણ અન્ય ત્રણ યુવાનોના નામનો પણ ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

 

Related Posts

Aaj Nu Rashifal 17 September 2026 : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ૧૨ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.. Emotional Resilience & Clarity..

આજનું Rashifal — 17 સપ્ટેમ્બર 2026 Rashifal મેષથી મીન સુધી જાણો આજનો દિવસ, નોકરી-ધંધો, પૈસા, પ્રેમ, પરિવાર, શુભ રંગ અને શુભ અંક ♈ મેષ રાશિ Rashifal આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે. અટકેલા કામને ફરી ગતિ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓએ આજે ઉતાવળમાં મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.💼 કરિયર: જવાબદારી વધશે.💰 નાણાં: ખર્ચનું આયોજન કરો.❤️ પ્રેમ: ગેરસમજ વાતચીતથી દૂર થશે.🎨 શુભ રંગ: લાલ🔢 શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે મહત્વનો બની શકે છે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો ફાયદાકારક બની…

Aaj Nu Rashifal 10 September 2026: Balanced Perspective 12 રાશિઓનું સંપૂર્ણ રાશિફળ Auspicious Timing

આજનું Rashifal — 10 સપ્ટેમ્બર 2026, ગુરુવાર Rashifal જ્યોતિષીય માન્યતાઓ મુજબ 10 સપ્ટેમ્બરનો દિવસ કેટલીક રાશિઓ માટે કારકિર્દી, આર્થિક લાભ અને સંબંધોની દૃષ્ટિએ અનુકૂળ રહી શકે છે. ચંદ્રની સ્થિતિ સાથે બુધ, શુક્ર અને ગુરુનો પ્રભાવ પણ મહત્વનો માનવામાં આવે છે. ♈ મેષ કારકિર્દી: Rashifal કામકાજમાં સફળતા અને નવી જવાબદારી મળી શકે.ધન: આર્થિક સ્થિતિ સુધરવાની શક્યતા.પ્રેમ: પરિવાર અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.સલાહ: ઉતાવળમાં નિર્ણય ન લો. ♉ વૃષભ કારકિર્દી: કામમાં સહકર્મીઓનો સહયોગ મળશે.ધન: ઘર-પરિવાર સંબંધિત ખર્ચ થઈ શકે છે, બજેટ જાળવો.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે.સલાહ: ઘરેલું બાબતોમાં અતિશય કડક વલણ ટાળો. ♊ મિથુન કારકિર્દી: Rashifal તમારી વાતચીતની કુશળતા તમને ફાયદો કરાવશે.ધન: આવકના નવા રસ્તા અંગે વિચાર કરી શકો છો.પ્રેમ: વાતચીતથી ગેરસમજ દૂર થશે.સલાહ: બોલતી વખતે શબ્દોની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *