Rajkot : રાજકોટમાં ધૂળેટીના પર્વ પર જ હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી છે. હાયરાઈઝિંગ બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી છે અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. આગની આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં હનીટ્રેપ કેસનાં આરોપીઓ સકંજામાં, વેપારીને ફસાવી એક લાખની ખંડણી અને લૂંટ ચલાવી હતી

ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી :- મળતી માહિતી મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગમાં રહેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ધુમાડાને કાઢવા માટે બિલ્ડિંગના કાચ તોડવામાં આવ્યા છે. સાથે જ કાચ તોડીને હાઈડ્રોલિક લિફ્ટની મદદથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :- Ahmedabad : આજે ગરમીથી મળશે રાહત, પવનોની દિશા બદલતા તાપમાનમાં નોંધાયો ઘટાડો

ભાજપના નેતા ભરત બોઘરાએ જણાવ્યું કે, અમે અત્યારે અહીં બચાવ કામગીરીમાં લાગ્યા છે. જે ત્રણ લોકો ઈજાગ્રસ્ત હતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. આગ કાબૂમાં છે. અંદર બાકીના કોઈ લોકો છે કે નહીં, તેની એક-એક ફ્લોર પર તપાસ કરીએ છે. લગભગ 60 જેટલા લોકોને ફાયરની લિફ્ટ દ્વારા નીચે ઉતારી સલામત રીતે બહાર કાઢ્યા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *