Ahmedabad : અમદાવાદમાં હનીટ્રેપ કેસનાં આરોપીઓ સકંજામાં, વેપારીને ફસાવી એક લાખની ખંડણી અને લૂંટ ચલાવી હતી

અમદાવાદમાં હનીટ્રેપ કેસનાં આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. વેપારીને હનીટ્રેપમાં ફસાવીને એક કરોડની ખડણી માંગીને 1.20 લાખની લૂંટ કરનાર ગેંગના 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ પ્રેમિકાની મદદથી ફ્રૂટના વેપારીને ફસાવીને અપહરણ કરીને ખડણી માંગી છે પકડાયેલા બંને આરોપીઓ 20થી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપમાં વોન્ટેડ મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે

મળતી માહિતી મુજબ, આરોપી આસિફ ઉર્ફે દાળીઓ દેસાઈ અને અલ્પેશ ઉર્ફે મુકેશ ડાભીની અપહરણ, ખડણી અને લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 26 ફેબ્રુઆરીના રોજ સરખેજના ફ્રુટના વેપારી વસીમભાઈ મોઘલને નોકરીના બહાને એક મહિલાએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો . ત્યાર બાદ મિત્રતા કરીને ઘરે મુકવા જવાના બહાને વેપારીની ગાડીમાં લિફ્ટ લીધી હતી . અને અવાવરું સ્થળે ઉલટી ના બહાને ગાડી રોકી હતી.

અને પોતાના સાગરીતો સાથે વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. વેપારીને મારમારીને ગાંધીનગરના ક્રાઇમ બ્રાન્ચના નામે રૂ 1 કરોડની ખડણી માંગી હતી. અને વેપારી પાસેથી 12 હજાર રોકડ, 600 દુબઇ કરન્સી, કિંમતી ઘડિયાળ, અને મોબાઈલ સહિત 1.20 લાખની લૂંટ કરી હતી. જે મામલે 10 માર્ચના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો :- Amreli : અમરેલીનાં ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ

આરોપી હનીટ્રેપનો માસ્ટર માઈન્ડ :- ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, હનીટ્રેપમાં પકડાયેલા બન્ને આરોપીઓના એક મિત્ર અબુ હનીટ્રેપ અને અપહરણનો માસ્ટર માઈન્ડ છે. જે સરખેજનો રહેવાસી છે. આ આરોપીએ ફ્રુટ ના વેપારી પાસે ખૂબ જ પૈસા છે. જેથી વેપારીને હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં પોતાના બે મિત્રો આસીક દાળીયા અને અલ્પેશ ડાભી, અને સમીર ઉર્ફે ડીજેને મળીને હનીટ્રેપ માટે પ્લાન ઘડ્યો હતો. સમીરે તેની ગર્લફ્રેન્ડ કિટ્ટુને આ પ્લાનમાં સામેલ કરી તેનું નામ કાયનાત સૈયદ રાખ્યું હતું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *