ગુજરાતમાં રાહુલ ગાંધીનું ફોકસ વધ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પણ સતત વધી રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રાહુલ ગાંધી રણનીતિ ઘડી રહ્યા છે. આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી.
પાટીલે રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે. રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી. બે દિવસની મુલાકાતથી ગુજરાત તેમનું થઈ જશે નહીં. ગમે તેટલાં આંટાફેરા મારે તેમને કાર્યકરો પર ભરોસો નથી અને નેતાઓને રાહુલ ગાંધી પર વિશ્વાસ નથી. જેથી તેઓ સફળ થવાના નથી.
45 દિવસમાં કોંગ્રેસ જાહેર કરશે જિલ્લા પ્રમુખ
15 એપ્રિલે અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનમાં યોજેલી પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવી હતી. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. ત્યાર બાદ 45 દિવસમાં એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I





