ઈરાનની અમેરિકા-ઈઝરાયલને કડક ચેતવણી: પાવર પ્લાન્ટ પર હુમલો થયો તો હોર્મુઝ બંધ થશે

મિડલ ઇસ્ટમાં તણાવ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધી રહેલા વિવાદ હવે ખુલ્લી ચેતવણીઓ સુધી પહોંચી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યા બાદ ઈરાને કડક પ્રતિક્રિયા આપી છે.

ઈરાનએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેના પાવર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવશે તો તે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ Strait of Hormuzને સંપૂર્ણપણે બંધ કરી દેશે.

વિશ્વ માટે આ સ્ટ્રેટ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે દુનિયાના લગભગ 20 ટકા તેલનો પુરવઠો આ માર્ગ દ્વારા પસાર થાય છે. જો આ માર્ગ બંધ થાય તો વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું થઈ શકે છે અને તેલના ભાવમાં ભારે વધારો થઈ શકે છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનએ પણ અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપતા કહ્યું કે હોર્મુઝ તમામ માટે ખુલ્લો છે, પરંતુ જે દેશો ઈરાનની સંપ્રભુતાને પડકારશે, તેમના માટે તે બંધ થઈ શકે છે.

આ વચ્ચે બેન્જામિન નેતન્યાહુએ તાજેતરના મિસાઇલ હુમલાઓ અંગે જણાવ્યું હતું કે ઈઝરાયલ “ચમત્કારિક રીતે બચી ગયું”, જોકે આ હુમલાઓમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

લેબનોનમાં પણ પરિસ્થિતિ તંગ બની રહી છે, જ્યાં હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે અથડામણ વધી રહી છે. બંને પક્ષો દ્વારા વધતા હુમલાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Horoscope : 30 સપ્ટેમ્બર 2026નું રાશિફળ, બુધવાર

    Horoscope ♈ મેષ રાશિ કરિયર: અટકેલા કામને આગળ ધપાવવાનો દિવસ છે. ઓફિસમાં તમારી જવાબદારી વધી શકે છે.નાણાં: પરિવારના ખર્ચ અથવા બજેટને લઈને ચર્ચા થઈ શકે છે, તેથી ખર્ચ કરતા પહેલાં હિસાબ ચોક્કસ કરો. પ્રેમ: જીવનસાથી સાથે નાની ગેરસમજ થઈ શકે, પરંતુ વાતચીતથી ઉકેલ આવશે.સ્વાસ્થ્ય: થાક અને ઊંઘની કમીથી બચો.શુભ રંગ: લાલ | શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ કરિયર: કામમાં સ્થિરતા રહેશે. અધૂરું કામ પૂર્ણ કરવા માટે સારો દિવસ છે.નાણાં: પૈસાની બાબતમાં વ્યવહારુ નિર્ણય લેવો લાભદાયક રહેશે. બિનજરૂરી ખરીદી ટાળો.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે અને પરિવાર તરફથી સહયોગ મળશે.સ્વાસ્થ્ય: આરામ અને નિયમિત દિનચર્યા પર ધ્યાન આપો.શુભ રંગ: સફેદ | શુભ અંક: 6 ♊ મિથુન રાશિ કરિયર: નવી તક અથવા નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. તમારી વાત…

    દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…