સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 9 મહિના બાદ પૃથ્વી પરત ફર્યા હતા. ત્યારે આ પ્રસંગે સુનિતા વિલિયસ્મના વતન મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા છે. આ પ્રસંગે ઝુલાસણ ગામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. જેમાં તેમના પરિવારજનો અને ગ્રામજનોએ દોલા માતાના મંદિરે પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં સુનિતા વિલિયમ્સનો ફોટો મુકીને પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળની શરૂઆત, ઉદ્યોગ સહિત વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા
આ ઉપરાંત ઝુલાસણ ગામમાં આજે અખંડ જ્યોત સાથે યાત્રા નીકળનાર છે. અને સુનિતા વિલિયમ્સ ગામની મુલાકાત લેશે તેવી પણ પરિજનોએ આશા વ્યક્ત કરી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા હતા. જેઓએ ફ્લોરિડાના દરિયા કિનારે સફળ ઉતરાણ કર્યું હતું. ત્યારે આ પ્રસંગે ગુજરાતના સીએ, ગૃહમંત્રી અને શિક્ષણમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો :- Ahmedabad : ગુજરાતમાં ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત,પવનની દિશા બદલાતા ઘટ્યું તાપમાન
સીએમએ જણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીને લઈ દેશભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે ગુજરાતની દીકરી ધરતી પર પરત ફરી છે. લાંબા સમય સુધી અંતરિક્ષ રહ્યા બાદ ધરતી પર તેઓ પરત ફર્યા છે. તેઓ ધરતી પર પરત ફરતા હું આનંદની લાગણી અનુભવું છું.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








