આજે રાજ્યનાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત મળી છે.ઉત્તરથી પૂર્વમાં પવનની દિશા બદલાતા તાપમાનનો પારો થોડો નીચે આવ્યો છે. રાજ્યમાં સરેરાશ તાપમાન ઘટતા ગ્રામ્ય વિસ્તાર અને દરિયા કિનારાના સ્થાનો પર વધુ ઠંડક જોવા મળશે. જ્યારે શહેરી વિસ્તારમાં લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે.
આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં ફાયર સેફ્ટીના અભાવે 74 હાઇરાઇઝ બિલ્ડીંગોને ફટકારી નોટિસ
આગામી પાંચ દિવસ ગરમીના પ્રકોપથી રાહત :- હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળશે. પરંતુ એપ્રિલની શરૂઆતથી જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જોવા મળી શકે. રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનાના આરંભમાં જ મે જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અને હવે મધ્ય માર્ચમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. હોળી તહેવાર અગાઉ સરેરાશ 40 થી 42 ડિગ્રીની આસપાસ તાપમાન હતું.
આ પણ વાંચો :- Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ
ક્યાં કેટલું તાપમાન? :- હોળી તહેવાર બાદ સરેરાશ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. પરંતુ રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે મહુવામાં સૌથી ઓછું 35.4 તાપમાન નોંધાયું. અન્ય મોટા શહેરોનું તાપમાન સરેરાશ 35 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું.આ ઉપરાંત અમદાવાદમાં 36.9, ગાંધીનગરમાં 36 ડિગ્રી, ડીસામાં 36.2, વડોદરામાં 36.4 ડિગ્રી, સુરતમાં 36.4, ભુજમાં 36.2 ડિગ્રી,અમરેલીમાં 37.4, પોરબંદરમાં 35.1 ડિગ્રી, ભાવનગરમાં 34.7, સુરેન્દ્રનગરમાં 37.7 ડિગ્રી, અને કેશોદમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








