ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાજ દરમિયાન મોટો વિસ્ફોટ, શહેરમાં કટોકટી જાહેર

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં આવેલી ઇમામ બારગાહ ખાદીજાત-ઉલ-કુબ્રામાં શુક્રવારની નમાજ દરમિયાન એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમામ બારગાહ અને આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શહેરમાં કટોકટીની સ્થિતિ
અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇસ્લામાબાદમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. હાલ સુધી સત્તાવાર રીતે જાનહાનિની પુષ્ટિ થઈ નથી, પરંતુ પાકિસ્તાની મીડિયા મુજબ અનેક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોન ન્યૂઝ અનુસાર, વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક પોલીક્લીનિક હોસ્પિટલ, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) અને CDA હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. PIMSના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ઇમરજન્સી, ઓર્થોપેડિક, બર્ન સેન્ટર અને ન્યુરોલોજી વિભાગોને સંપૂર્ણ રીતે સક્રિય કરવામાં આવ્યા છે.

તપાસ ચાલુ
વિસ્ફોટનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તપાસ એજન્સીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી રહી છે અને વિસ્ફોટ પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…